છેલ્લા વર્ષે જ્યારે ફિલ્મ ‘કુલી નં 1’ ની રીમેકને લઈને જાહેરાત થઈ હતી, ત્યારથી કોમેડી ફિલ્મના દીવાનાઓ આ ફિલ્મની ખૂબ જ
રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ માટે ઉત્સુક ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે અભિનેતા વરુણ ધવન પણ જશ્ન મનાવી રહ્યા છે.
વરૂણે ફિલ્મની શુટિંગ કરી પૂર્ણ
અભિનેતા વરુણ ધવને પોતાના પિતા અને નિર્દેશક ડેવિડ ધવનની આગામી ફિલ્મ ‘કુલી નં 1’ ની શુટિંગને પૂર્ણ કરી લીધી છે. તેવામાં તેમણે આ પ્રસંગનો જશ્ન પેનકેકની સાથે ઉજવ્યો છે.
અભિનેતાએ ફેન્સ સાથે શેર કરી વાત
વરુણે પોતાના ફેન્સને આ સમાચાર ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આપી હતી અને ફિલ્મને જોરદાર બતાવી હતી. વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર શુક્રવારે એક ફોટો શેર કરી હતી, જેમાં તેઓ નાસ્તામાં કેળુ અને ચોકલેટ શિરપની સાથે પેનકેક ખાતા નજર આવી રહ્યા હતા.
વરૂણે કેપ્શનમાં લખ્યુ કંઈક આવુ
આ ફોટોના કેપ્શનમાં અભિનેતાએ લખ્યુ હતુ કે, પેનકેક અને શુક્રવાર એક નંબર નાશ્તો. હેશટૈગ ‘કુલી નં 1’ ની શુટિંગ ખતમ, હું અત્યાર સુધીની સૌથી મજેદાર ફિલ્મનો ભાગ બન્યો, જેથી મે વિચાર્યુ કે, આ પ્રકારનો જશ્ન મનાવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 1 મેના રોજ રિલીઝ થશે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ