GSTV
Bollywood Entertainment Trending

આખા પરિવાર સાથે ગર્લફ્રેન્ડ નતાશાના ઘરે પહોંચ્યો વરૂણ ધવન, લગ્નને લઈને સ્પષ્ટ કરી આ વાત

બોલિવુડ એક્ટર વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નની ખબર આવતી જ રહેતી હોય છે. હવે ફરી એક વખત વરૂણ ધવન અને નતાશાના લગ્નની ખબરે જોર પકડવા જઈ રહી હતી જ કે વરૂણનું નિવેદન સામે આવ્યું છે. હાલમાં જ વરૂણ ધવનને ગર્લફ્રેન્ડ નતાશા દલાલના ધર પર સ્પોર્ટ કરવામાં આવી હતી. તે સમયે વરૂણ ધવનની સાથે સાથે તેનો આખો પરિવાર પણ સામેલ થયો હતો.

તે સમયની તસ્વીરો સામે આવી. આ તસ્વીરોના સામે આવ્યા બાદથી જ ખબર બજાર ગરમ હતું કે વરૂણ ધવનના ઘરે ટૂંક સમયમાં જ ઢોલ નગાડા વાગવા લાગશે. કહેવામાં તો એમ પણ આવે છે કે તેમની સગાઈ થઈ ગઈ છે. પરંતુ હવે આ બધી ખબરો પર વરૂણે પોતે ચુપ્પી તોડી છે.

તેમણે ટ્વીટ કરતા લખ્યુ, ‘એ પહેલા કે કોઈ પોતાની ઈમેજીનેશન વાઈલ્ડ કરે અને અફવાહને હવા આપે હું જણાવી દઉ કે આ એક બર્થડે પાર્ટી હતી.’

અહીં તમને જણાવી દઈએ કે વરૂણ ધવન ગયા લાંબા સમયથી નતાશા દલાલને ડેટ કરી રહ્યો છે. મોટાભાગે બન્નેના લગ્નની ખબર સામે આવતી રહે છે. જોકે અત્યાર સુધી બન્નેએ પોતાના લગ્નને લઈને કંઈ કહ્યુ નથી. જણાવી દઈએ કે વરૂણ ધવન હાલમાં જ રેમો ડીસૂઝા દ્વારા નિર્દેશિત ‘સ્ટ્રીટ ડાંસર 3ડી’માં શ્રદ્ધાની સાથે જોવા મળ્યો હતો. ફિલ્મમાં પ્રભુ દેવા અને નોરા ફતેહી પણ જોવા મળ્યા હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.

Read Also

Related posts

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel
GSTV