GSTV
Bollywood Entertainment Trending

જનરલ નોલેજ : બોલિવુડની પહેલી ફિલ્મ કઈ છે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થયો ?

બોલીવુડ અભિનેતા વરુણ ધવનની આગામી ફિલ્મ કૂલી નંબર 1 બોલીવુડની પહેલી એવી ફિલ્મ હશે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવામાં આવે. ફિલ્મની પ્રોડ્યુસર દીપશિખા દેશમુખે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી.

તેમણે જણાવ્યું કે કૂલી નંબર 1માં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો એક નાનકડો પ્રયાસ છે અને અમને આશા છે કે આ પ્લાસ્ટિકથી થનારા પ્રદૂષણને માત આપવા માટે અનેક લોકોને પ્રેરિત કરશે. તેમણે તેને શક્ય બનાવવા માટે કૂલી નંબર 1 ટીમનો આભાર માન્યો.

વરુણે આ નિર્ણય માટે નિર્માતાઓનો આભાર માન્યો અને પોતાના સહયોગીઓને પણ આમ કરવા માટે અનુરોધ કર્યો. તેમણે ટ્વિટ કર્યુ કે, કૂલી નંબર 1નો સેટ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે હની ભગનાની અને જેકી ભગનાનીનો આભાર.

મહત્વનું છે કે સ્વતંત્રતા દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ઉપયોગમાં આવેલા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કહ્યું હતુ. આ ફિલ્મના ડાયરેક્ટર ડેવિડ ધવન છે અને આ ફિલ્મ આગામી વર્ષે 1 મેના રોજ રિલિઝ થશે.

મહત્વનું છે કે આ ફિલ્મમાં અભિનેત્રી સારા અલી ખાન પહેલીવાર વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરતી નજરે આવશે. હાલ સારા અને વરુણ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. વરુણ અને સારાની અપકમિંગ ફિલ્મના ફોટોઝ અને વીડિયોઝ અવારનવાર સામે આવતાં હોય છે. આ બંને સ્ટાર્સની કેમેસ્ટ્રી રૂપેરી પડદે જોવા માટે ફેન્સ આતુર છે.

Read Also

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV