GSTV
Bollywood Entertainment Trending

બોલિવુડનો હોટ હંક આ વર્ષે જ બંધાશે લગ્નના બંધનમાં, લગ્નની તારીખ ફાઈનલ

હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. આ સિઝન બોલીવૂડમાં પણ પૂરબહારમાં ખીલી છે વરૂણ ધવન અને નતાસાના લગ્ન થવાના છે એવી વાત થાય છે. એક રિપોર્ટના અનુસાર વરુણ અને નતાશાએ લગ્નની તારીખ વિશે નિર્ણય લઇ લીધો છે. કહેવાય છે કે આ બન્ને પ્રેમી પંખીડાએ લગ્ન કરવા માટે ૨૨મી મેની ૨૦૨૦ ડેટ ફાઇનલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, વરૂણ અને નતાશા ગયા વરસે લગ્ન કરવાના હતા.

હવે આ યુગલે લગ્નની તારીખ નક્કી કરી લીધી હોવાની વાત છે, તેમજ આ જ વરસે તેઓ લગ્ન કરવાના છે. વરુણે નતાશા માટે એક ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, અમે બન્ને સાથે સ્કુલ ગયા છીએ. તે લાંબા સમયથી મારા માતા-પિતાથી પરિચિત છે. તે અમારી પરિવારની ઘણી પાર્ટીઓમાં સામેલ થઇ છે. નતાશા મારા માટે સર્વસ્વ છે. તે મારા પરિવારને પસંદ છે. તે મને ઉત્સાહિત કરે છે અને આગળ વધવામાં હંમેશા સાથ આપે છે. હાલ આ જોડું અરમાન જૈનના લગ્નમાં સાથે જોવા મળ્યું હતું.

READ ALSO

Related posts

સેમ ઓલ્ટમેન ફરીથી OpenAIના CEO બન્યા, કંપનીએ આપી માહિતી

Padma Patel

દરરોજ સવારે 15 મિનિટ સૂર્ય નમસ્કાર કરો, તમારા શરીરને મળશે અનેક અદ્દભૂત ફાયદાઓ

Hina Vaja

માતા-પિતાની આ ભૂલોને કારણે જીદી બની શકે છે બાળક, આજે જ તેને સુધારો

Drashti Joshi
GSTV