GSTV

સેલ્ફી કેસ બાદ વરુણ ધવનને સોશિયલ મીડિયા યુઝર્સે આપી આ સલાહ

Last Updated on November 26, 2017 by Bansari

તાજેતરમાં જ મુંબઇના ટ્રાફિકમાં ફંસાયેલા બોલિવુડ એક્ટર વરુણ ધવનને રસ્તા વચ્ચે કારમાં બેસીને ફેન સાથે સેલ્ફી લેવી ભારે પડી. આ તસવીર વાયરલ થયા બાદ મુંબઇ પોલીસે વરુણની ઝાટકણી કાઢી હતી અને તેને ચાલાન મોકલી આપ્યું હતું. સાથે જ ચેતવણી પણ આપી હતી કે જો તેમણે ફરી આવી કોઇ ભૂલ કરી તો તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

જો કે વરુણે આ મામલે તરત જ માફી માંગી હતી. સાથે જ ભવિષ્યમાં આવી કોઇ હરકત ન કરવાની ખાતરી પણ આપી હતી. આ મામલે વરુણ સોશિયલ મીડિયા પર ઘણાં ટ્રોલ પણ થયાં હતાં. હજુ આ મામલો શાંત થયો ન હતો ત્યાં સોશિયલ મીડિયા યૂઝર્સે વરુણને ફરી એક વાર ટ્રોલ કર્યો છે.

હકીકતમાં વરુણે તાજેતરમાં જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોને કેપ્શન આપતાં તેમણે લખ્યું ‘મારી નવી રાઇડ…બીઇંગ હ્યુમન ઇસાઇકલ. મુંબઇમાં પરિવહનનો સૌથી શ્રેષ્ઠ માર્ગ. તમને સ્વસ્થ રાખે છે.’ વુરેણે આ તસવીર શેર કરતાંની સાથે જ યૂઝર્સે તેને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવાની સલાહ આપી.

Related posts

મૌનીના લગ્નમંડપમાં ટળ્યો મોટો અકસ્માત, લાલ રંગના લહેંગામાં લગાવી મદદ માટે પાડી રહી હતી બુમરાણ

GSTV Web Desk

‘ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે, શ્વેતા તિવારીના નિવેદન પર બબાલ; એક્શન લેવાની માંગ

Damini Patel

‘બેડ પર વધુ સમય લગાવે છે’ દીપિકા પાદુકોણે ખોલ્યા રણવીર સિંહના બેડરૂમ સિક્રેટ્સ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!