GSTV
Bollywood Entertainment Trending

વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ ‘કૂલી નંબર 1’નું ટ્રેલર રિલીઝ

એમેઝોન પ્રાઈમ વીડિયોએ જેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ ‘કૂલી નંબર 1’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મનું પ્રીમિયર ફક્ત સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જ આવશે. ડિરેક્ટર ડેવિડ ધવનની આગામી ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત 1995ની ક્લાસિક ફેમિલી કોમેડી ફિલ્મની રીમેક છે. આ ફિલ્મ વરુણ ધવન અને સુંદર અભિનેત્રી સારા અલી ખાનના દ્વારા અભિનિત છે.

મળતી સ્ટારર સ્ટાર કાસ્ટ

આ ફિલ્મમાં પરેશ રાવલ, જાવેદ જાફરી, જોની લિવર અને રાજપાલ યાદવ સહિત અન્ય કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખે કર્યું છે. આ નાતાલ પર ‘કૂલી નંબર 1’નું વિશિષ્ટ પ્રીમિયર 25મી ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર યોજાશે. આ ફિલ્મ વિશ્વના 200 દેશો અને પ્રદેશોમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

કૂલી નંબર 1

ડેવિડ ધવનનું નિર્દેશન

દિગ્દર્શક ડેવિડ ધવને જણાવ્યું હતું કે વાસ્તવમાં ભારતીય મનોરંજન માટે આ એક રોમાંચક સમય છે. મને આનંદ છે કે અમારા પ્રેમ અને મહેનતથી બનાવેલી ફિલ્મ દુનિયાભરના લોકો જોશે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વરુણે અગાઉ સમાન નામની સુપરહિટ ફિલ્મના દિગ્ગજ કલાકારોની જગ્યા લીધી છે અને એક સરસ કામગીરી કરી છે. મારી ફિલ્મ પ્રત્યે દર્શકોની પ્રતિક્રિયા જોઈને હું અત્યંત ઉત્સાહિત છું.’

પૂજા એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા વાશુ ભગનાનીએ કહ્યું કે, ‘અમારી નંબર વન ફ્રેન્ચાઇઝીએ ઘણી પેઢીઓથી લોકોનું મનોરંજન કર્યું છે, જેને આજે 25 વર્ષ પૂરા થયા છે. અમે પૂજા એન્ટરટેનમેન્ટની સફર ‘કૂલી નંબર 1’થી શરૂ કરી હતી. વરુણ અને સારા જેવા યુવાન કલાકારો સાથે ફિલ્મની રિમેક બનાવીને તે દાયકાઓની ઉજવણી કરવી ખરેખર અદભૂત છે. અમે એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા વિશ્વભરના દર્શકો માટે ‘કૂલી નંબર 1’ની રિમેક રિલીઝ કરવા અત્યંત ઉત્સાહિત છીએ. દર્શકો તેમના ઘરોમાં સલામત રહીને આરામથી ફિલ્મનો આનંદ માણી શકે છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV