એક્ટર વરુણ ધવનના લગ્નની તૈયારી જોરોમાં છે. નતાશા દલાલ સાથે સાત ફેરા લેવા વાળા વરુણ ધવન આ સમયે ચર્ચામાં છે. એમની દરેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

પરંતુ હવે એક મોટી ખબર સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરુણ ધવનની ગાડીનું નાનું એક્સિડન્ટ થઇ ગયું છે. જયારે એક્ટર કેટલાક મિત્ર સાથે અલીબાગ માટે નીકળ્યા હતા, ત્યારે ઘટના બની. મળતી માહિતી મુજબ જો કે અકસ્માતમાં કોઈને ઇજા થઇ નથી . વરૂણ ધવન સુરક્ષિત છે. ગાડીમાં બેસેલા બીજા અન્ય લોકોને પણ ઇજા થઇ નથી.

આ ઘટના તે સમયે થઈ જ્યારે વરુણ ધવન જુહુથી અલીબાગ જવા માટે નિકળ્યા હતા. લગભગ 4 કલાકના એ રસ્તામાં ઘણું ટ્રાફિક હતું. તેમજ અનેક સ્થળે તૂટેલા રસ્તાઓ પણ જોવા મળ્યા હતા. જો કે વરુણ ધવનને સમય પર અલીબાગ પહોંચવાનું હતું એવામાં તેઓ ઉતાવળ કરતા દેખાયા હતા. આ ઉતાવળને કારણે જ આ એક્સિડન્ટ થયું. પરંતુ હવે વરુણ ધવન લગ્નનાસ્થળ પર પહોંચી ગયા છે.

તે ગાડીમાંથી ઉતરતો હોય તે તમામ તસ્વીરો વાયરલ છે. કૈઝયુઅલ વિયરમાં વરુણ ખૂબ જ ડ્સિંગ લાગી રહ્યો છે. તે તેના લગ્ન માટે એકદમ તૈયાર જોવા મળ્યો. એકટરના પરીવારના લોકો પણ લગ્નના સ્થળ પર એક દિવસ પહેલા જ પહોંચી ચૂકયા છે. સોશ્યલ મીડિયા પર બેંડબાજાથી લઈને મહેંદીવાળા સુઘી તમામના ફોટોગ્રાફ તેમજ વીડિયો સામે આવ્યા છે.

સમાચાર તો એ પણ છે કે વરુણના લગ્નમાં બૉલીવુડના ઘણા ઓછા મહેમાનોને નિમંત્રણ આપ્યું છે. આ લિસ્ટમાં સલમાન ખાન અને શાહરુખ ખાનનું નામ સામે આવ્યું છે. તો બિગ બી ના ઘરેથી કોઈપણ ને નિંમત્રણ મોકલવામાં આવ્યુ નથી.
- મહત્વના સમાચાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, વેતન-પેન્શન મેળવવું સરકારી કર્મચારીઓનો અધિકાર: જાણો શું છે સમગ્ર મામલો
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો