GSTV

વરુણ અને નતાશા આ જ મહિનામાં લેશે સાત ફેરા! પરિવારે શરુ કરી દીધી લગ્નની તૈયારીઓ, આ હશે વેડિંગ વેન્યુ

વરુણ

એક્ટર વરુણ ધવન છેલ્લા કેટલાક મહિનાથી લગ્નની ખબરને લઇ ચર્ચામાં છે. ત્યાં જ ડિઝાઈનર નતાશા દલાલને છેલ્લા કેટલા સમયથી ડેટ કરી રહ્યા છે. ખબર હતી કે બંને આ જ વર્ષે લગ્ન કરી શકે છે. તાજા રિપોર્ટની માનીએ તો, વરુણ ધવન અને એમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આજ મહિનામાં લગ્ન કરી શકે છે, વરુણ ધવને અલીબાગના એક હોટેલમાં 200 લોકોની બુકીંગ કરાવી છે.

વરુણે કરી હોટેલની વિઝીટ

વરુણ

રિપોર્ટ મુજબ, કોવિડ-19ના કારણે આ લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના લોકો જ સામેલ છે. આ એક પંજાબી લગ્ન હશે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે બીચ સાઈટના લોકેશનને ફાઇનલ કરવામાં આવી છે. સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ, વરુણ ધવને હાલમાં જ ફાઈવ સ્ટાર હોટેલની વિઝિટ કરી હતી.

શું કહ્યું હતું વરુણ ધવને

હાલમાં જ વરુણ ધવને લગ્ન અંગે મીડિયા સાથે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જો વર્ષ 2021માં બધું સારું રહ્યું તો તેઓ નતાશા સાથે લગ્ન કરી શકે છે. એક વાતચીતમાં વરુણ ધવને કહ્યું હતું કે, ‘છેલ્લા બે વર્ષમાં બધા મારા લગ્નને લઇ વાત કરી રહ્યા છે, પરંતુ હજુ કઈ ફિક્સ નથી, આ સમયે દુનિયાભરમા ઘણી અનિશ્ચિતતા છે પરંતુ જો બધું સારું થાય છે તો લગભગ આ વર્ષે એની પ્લાનિંગ કરી શકું છું.

Read Also

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!