GSTV

અમદાવાદનાં આંગણે રચાશે સુવર્ણ ઈતિહાસ/ એક સાથે 74 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Last Updated on October 22, 2021 by Pravin Makwana

અમદાવાદ શહેરમાં નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઇ રહ્યો છે. સુરતમાં આગામી 29 નવેમ્બરે એક જ મંડપમાં 74 દીક્ષાર્થીઓ ભૌતિક સુખનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાના છે. આ ઐતિહાસિક દીક્ષા મહોત્સવના તમામ મુમુક્ષોની રવિવારે અમદાવાદમાં ભવ્ય વર્ષીદાન યાત્રા યોજાવાની છે. જેને લઈ અમદાવાદના જૈન સમાજમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.


528 વર્ષ પહેલા ઇ.સ. 1548માં ઇડરમાં હેમવિમલસૂરિશ્વજી મહારાજાની નિશ્રામાં ઐતિહાસિક સામૂહિક 500 દીક્ષા થઇ હતી. બાદમાં સુરતના આંગણે વર્ષ-2014માં આચાર્ય જિનચંદ્રસૂરિશ્વરજી અને યોગતિલકસૂરિશ્વરજી મહારાજની આધ્યાત્મિક વાણીથી વૈરાગ્ય પ્રાપ્ત કરીને 45 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. સુરતનો દીક્ષાધર્મનો આ વિક્રમ હવે સુરતમાં જ બ્રેક થઇ રહ્યો છે. દીક્ષાનગરી તરીકે ઓળખ મેળવી ચુકેલી સુરત નગરીમાં હવે એક સાથે 74 દીક્ષાર્થીઓ સંયમ માર્ગે જઇ રહ્યા છે. આ તમામ 74 મુમુક્ષુરત્નોની રવિવાર એટલે કે 24 ઓક્ટોબરે અમદાવાદમાં શાહી વર્ષીદાન યાત્રા નીકળશે.

આ યાત્રા અમદાવાદના સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચશે. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી યોજાશે. 27 ઓક્ટોબરે પણ આ તમામ દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો હિંમતનગર શહેરમાં યોજાશે. આ કાર્યક્રમના ભાગરૂપે મુમુક્ષોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળીને આમંત્રણ આપ્યું હતું.

READ ALSO

Related posts

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!