અનોખું છે ભારતનુ આ મંદિર, 83 વર્ષથી લાલ મરચાથી થઇ રહ્યો છે અભિષેક

ભારત દેશમાં અનોખી પરંપરાઓની અછત નથી. એવી જ રીતે અનોખા મંદિરોની પણ અછત નથી. રસપ્રદ વાત એ છે કે દક્ષિણ ભારતમાં મંદિરોની શૈલી સૌતી અલગ અને અદ્ભૂત છે. અહીંની પરંપરાઓ પણ બધાથી અલગ હોય છે. અહીં સ્થિત એક એવુ મંદિર પણ છે, જ્યાં રોગોથી દૂર રહેવા માટે મરચાથી અભિષેક કરાવવામાં આવે છે.

ખરેખર, વર્ના મુથુ મરિયમ્મન મંદિર તમિલનાડુના સૌથી મોટા જિલ્લા વેલુપ્પુરમમાં વિશ્વ પ્રસિદ્ધ ઑરોવિલે ઈન્ટરનેશનલ ટાઉનશિપની પાસે એક ગામ ઈદ્યાંચવાડીમાં સ્થિત છે. અહીં દરેક વર્ષે 8 દિવસ સુધી એવો તહેવાર મનાવવામાં આવે છે, જેમાં મરચાનો અભિષેક જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ લોકોના સ્વસ્થ રહેવાની કામના માટે કરવામાં આવે છે.

મંદિરની પરંપરા મુજબ અહીં ત્રણ સૌથી વરિષ્ઠ લોકો પહેલા પોતાના હાથમાં કંગન ધારણ કરે છે અને પછી આખો દિવસ ઉપવાસ રાખે છે. ત્યારબાદ તેમના મુંડન સંસ્કાર થાય છે. પછી પૂજારી તેમને દેવતાઓની જેમ પૂજા સ્થાન પર બેસાડીને તેમની પૂજા કરે છે. પછી તેમને અલગ-અલગ સામગ્રીઓ દ્વારા અભિષેક કરવામાં આવે છે. જેમાં ચંદન, તૂટેલા ફૂલ વગેરે સામેલ હોય છે. ત્યારબાદ મરચાનો અભિષેક થાય છે. જેમાં ત્રણેય વરિષ્ઠ લોકોને મરચાના લેપથી સ્નાન કરાવવામાં આવે છે. આ અગાઉ તેમને મરચાનો લેપ ખવડાવવામાં આવે છે.

ત્યારબાદ છેલ્લે તેમને લીમડાના પાણીથી સ્નાન કરાવીને મંદિરની અંદર લઇ જવામાં આવે છે. અહીં તેમને બળતા કોલસા પર ચલાવવામાં આવે છે. જણાવાઈ રહ્યું છે કે આ પરંપરા લગભગ 85 વર્ષોથી નિભાવવામાં આવી રહી છે. હરિશ્રીનિવાસનને 1930માં જાતે ભગવાનને દર્શન આપીને અહીના લોકોને રોગોથી દૂર રાખવા માટે આ પરંપરાને નિભાવવાનો આદેશ આપ્યો હતો ત્યારથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter