GSTV

મેઘો અનરાધાર/ રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્ર સહિતના વિવિધ પંથકમાં મેઘરાજાએ મહેર વરસાવી

Last Updated on July 14, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં હવામાનવિભાગે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી, આ આગાહી અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ભઆરે વરસાદ વરસ્યો છે. જેમાં ઘણા પંથકમાં તો સાંબેલા ધાર વરસાદ વરસતા નદીસ નાળામાં નવા નીર આવવાની સાથે સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જેમાં જામનગર, અમરેલી જીલ્લો, સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

જામનગરના લાલપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થયુ છે.  લાલપુરના ભણગોર ગામે ધોઘમાર વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ છે.  તો બીજી તરફ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો..બાબરામા પણ ધોઘમાર વરસાદ ખાબક્યો હતો.બાબરાના ધારપરા વિસ્તારમાં પાણી ભરાયાં હતા.જેમાં રોડ પર કાર ફસાઈ ગઇ હતી…વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ખેડૂતોમા પણ ખુશીની લહેર જોવા મળી હતી. તો બીજી તરફ બાબરાની કાળુભાર નદીમાં વરસાદના કારણે ઘોડાપુર આવ્યુ છે.

દેવભૂમિ દ્વારકાના મોટા આસોટા અને નાના આસોટા ગામે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયા. જેથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.  તો બીજી તરફ વરસાદી પાણી ખેતરમાં ભરાયા હતા.

કેશોદ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે…તો અત્યારસુધીમાં સિઝનનો કુલ 198 મિલીમીટર વરસાદ નોંધાયો છે…વરસાદી માહોલથી ખેતરોમાં વરસાદી પાણીથી તરબોળ થયા છે…તો વરસાદથી ભૂગર્ભ જળના તળ તેમજ કુવાઓમાં પાણીની આવક થઇ છે..વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે..

અમરેલીના ખાંભાના મોટા બારમણ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો..વરસાદને પગલે ગામના બજારોમાં પાણી વહેતા થયા હતા. ગામના સ્થાનિક વોંકળામાં પણ પાણી ભરાયા હતા..ભારે વરસાદથી વાહન ચાલકોએ હાલાકીનો સામનો કર્યો હતો.

ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રના વિવિધ પંથકા મેઘરાજાએ મહેર વરસાવી.જેના કારણે નદીઓમાં નવાનીરની આવક થઈ..મેઘરાજાની શ્રીકાર વર્ષાથી ખેડૂતોમાં વાવણી કરાયેલા છોડને નવજીવન મળ્યુ.પોરબંદર પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાએ મહેર વરસાવી. જ્યારે અમરેલીના ખાંભા,લીલીયા રાજુલા, ધારી અને કુકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો.આ સિવાય જૂનાગઢના માળિયાના ગીર વિસ્તારમાં પણ વરસાદથી નદી-નાળામાં નવાનીરની આવક થઈ..તો દ્વરકાના ખંભાલિયા તાલુકાના દાત્રાણા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ  સર્જાઈ હતી.

READ ALSO

Related posts

મોટા સમાચાર / ક્યારે થશે LICના IPOનું લિસ્ટિંગ અને વેચાશે એર ઇન્ડિયા? નાણાં સચિવે આપ્યું મોટું નિવેદન

Zainul Ansari

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!