GSTV

સોનભદ્ર નરસંહારઃ 90 વિઘા જમીન મામલો, જેમાં બે જૂથ અથડામણમાં થઈ ગયા લાશોના ઢગલા

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં જમીન વિવાદ મામલે ૧૦ લોકોની હત્યા કરી દેવામાં આવી. પોલીસે હત્યાની ઘટના બાદ ૨૪ જેટલા શખ્સની ધરપકડ કરી. ૯૦ વિઘા જમીન મામલે બે જૂથ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જમીન પર કબજો લેવા  આવેલા બે જૂથ વચ્ચે અથડામણ થઈ. જેમા એક પક્ષના ૧૦ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.

ઘોરાવલ કોતવાલી વિસ્તારમાં ગ્રામ પ્રધાને જ્યારે આ જમીન ખરીદી ત્યારે જમીન પર કેટલાક શખ્સો દ્વારા કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી. જે બાદ ગ્રામ પ્રધાન પોતાના સાગરીત સાથે ગામમાં આવ્યો હતો. ત્યારે જમીન પર કબજો કરનાર પર ગોળીબાર કરવામાં આવ્યો જેમા ૧૦ના મોત થયા.

ઘટના અંગેની પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘટના અંગેની તપાસ શરૂ કરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા. જ્યારે સોનભદ્રમાં ખેલાયેલા ખુનીખેલ બાદ ગામમાં તણાવની સ્થિતિ છે.

Read Also

Related posts

કોરોનાને હરાવી ઘરે પરત ફરેલી અમદાવાદની યુવતીનું સોસાયટીના રહીશોએ થાળી વગાડી કર્યું સ્વાગત

Nilesh Jethva

હરભજનસિંહનું Corona વાયરસને કારણે થઈ ગયું મોત, પંજાબમાં મોતનો આંક 2એ પહોંચ્યો

Bansari

BOBએ વ્યાજદરોમાં કર્યો મોટો ઘટાડો, હોમ-ઓટો લોન થશે સસ્તી

Karan
Do NOT follow this link or you will be banned from the site!