GSTV
Bollywood Entertainment

આલિયા અને રણવીર જોવા મળ્યા ટ્રેડિશનલ લુકમાં, પહોંચ્યા હતા અહીં…

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અત્યારે વારાણસીમાં છે. તે અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે બંનેની તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રણબીર અને આલિયા વારાણસીમાં કાશી વિશ્વનાથના મંદિર પહોંચ્યા હતા.

બંને તે સમયે ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. ફિલ્મનો લોગો રિલીઝ થઈ ચૂક્યો છે. વારાસણીમાં તેના લોગોને સારી રીતે રિલીઝ કરવામાં આવ્યો હતો. રણબીર કપૂર ગળામાં માળા અને માથા પર તિલક લગાવીને મંદિરમાં પહોંચ્યો હતો. તેણે વ્હાઈટ કલરનો કુર્તો પહેર્યો હતો. તસવીરમાં તે આંખો બંધ કરીને ઊભેલો જોવા મળે છે. ત્યારે આલિયા યલો કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળે છે. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે.

બંને પહેલી વાર ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મનું નિર્માણ અયાન મુખર્જીએ કર્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મોની રોય મુખ્ય રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, બ્રહ્માસ્ત્રને ત્રણ ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી હતી જેની ડેટ બદલવામાં આવી છે.

હવે તે આગલા વર્ષે ગરમીઓમાં રિલીઝ થશે. બંનેના રિલેશનને લઈ ચર્ચા તો ચાલી જ રહી છે, ત્યારે ફિલ્મમાં પણ આ જોડી ખરી ઊતરશે તેની રાહ જોવી પડશે. આ ફિલ્મના શૂટિંગ સમયે તે બંને વધુ નજીક આવેલા જોવા મળે છે.

Read Also

Related posts

Nandamuri Balakrishna Birthday/ ક્યારેક પોતાના પિતાના જ ભાઈ બન્યા નંદમુરી, જાણો રોચક કિસ્સાઓ

Siddhi Sheth

રોજ આલ્કોહોલનું સેવન કરે છે Salman Khan?, જાણીતા ડિરેક્ટરે જણાવ્યું ભાઈનું સત્ય

Siddhi Sheth

Gadar Film/ ક્યારેય ન ભૂલી શકાય તેવા 10 ડાયલોગ, આજે પણ આપે છે ગુસબમ્પ્સ

Siddhi Sheth
GSTV