ખોડલધામના પરેશ ગજેરાની ચૂંટણી લડવા અંગેની તસવીરો થઈ વારયલ, કરી આ સ્પષ્ટતા

રાજકોટના પાટીદાર નેતા અને ખોડલધામના અગ્રણી પરેશ ગજેરાના વાયરલ થયેલા પોસ્ટર બાદ તેઓ સ્પષ્ટતા કરવા સામે આવ્યા છે. તેમણે કહ્યુ કે હું ચૂંટણી લડવાનો નથી. મારા હિત શત્રુ દ્વારા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

પરેશ ગજેરાએ સ્પષ્ટતા આપતા એમ પણ કહ્યુ કે ભાજપ કે કોંગ્રેસ ગમે તે પક્ષમાંથી ઓફર આવશે. પણ હું લોકસભા ચૂંટણી લડવાનો નથી. જોકે, કોઈ પણ રાજકીય પાર્ટીના હશે પણ સારો ઉમેદવાર હશે તો ટેકો આપીશ તેમ પરેશ ગજેરાએ કહ્યુ છે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પરેશ ગજેરાની તસવીર સાથેનો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં અમરેલીથી ભાઈ આવે છે. જીતીને બતાવો તેવા શબ્દો પણ લખવામાં આવ્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter