GSTV
Home » News » વારાણસીમાં પ્રિયંકા ગાંધીએ કર્યો રોડ-શો, બાબા કાશી વિશ્વનાથ પાસે કરી આ પ્રાર્થના

વારાણસીમાં પ્રિયંકા ગાંધીએ કર્યો રોડ-શો, બાબા કાશી વિશ્વનાથ પાસે કરી આ પ્રાર્થના

કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વીય યુપીનાં પ્રભારી પ્રિયંંકા ગાંધીએ પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમા પર ફુલહાર કરીને ગોદૌલિયા સુધી રોડ-શો કર્યો હતો. આ દરમિયાન ચૂંટણી રથ પર વારાણસીથી કોંગ્રેસનાં ઉમેદવાર અજય રાય અને છત્તીસગઢનાં સીએમ ભૂપેશ બઘેલ હાજર રહ્યા હતાં. આજે સાંજે 6.15 વાગ્યે રોડ-શો શરૂ કર્યો હતો. પ્રિયંકા ગાધીની ઝલક મેળવવા માટે લોકોએ લાંબી લાઇનો દેખાતી હતી.

પ્રિયંકા ગાંધી તમામનું અભિવાદન સ્વીકારતા નજરે પડ્યા હતાં. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પ્રિયંકા ગાંધીને અસ્સી નાળું જોવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ ટ્રકમાંથી ઉતરીને અસ્સી નાલાનું નિરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન લોકોએ ઘરોમાં ઘુસતા ગંદા પાણી બોટલમાં ભરીને બતાવ્યું હતું.

ત્યાં જ હાજર રહેલા કોંગ્રેસ સમર્થકોએ પીએમ મોદી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. જો કે ભાજપ-કોંગ્રેસ સમર્થકો વચ્ચે ઘર્ષણની સ્થિતી સર્જાય હતી. મારામારી સુધી આવી ગયા હતાં. વારાણસીનાં અસ્સી ખાતે રહેવા વાળા જુના કોંગ્રેસી નેતા સંપૂર્ણાનંદ તિવારીનાં પ્રિયંકા ગાંધીએ આશીર્વાદ લીધા હતાં. આ દરમિયાન સંપૂર્ણાનંદ તિવારીનાં પાંચ વર્ષનાં દર્દનો જોયું અને પગે લાગીને તેમનાં આશીર્વાદ લીધા હતાં.

પ્રિયંકા ગાંધીને મળવા માટે લોકોએ સુરક્ષા ઘેરાનો તોડવાનાં પ્રયત્નો કર્યાં.એકત્ર થયેલી ભીડને કાબૂમાં લેતા પોલીસને આકરી મહેનત કરવી પડી હતી. પ્રિયંકા ગાંધીનો કાફલો ગોદૌલિયા પહોંચ્યો ત્યારે કાશી વિશ્વનાથ મદિરમાં પૂજાની તૈયારીો શરૂ થઇ ગઇ હતી.પ્રિયંકા ગાંધી જ્ઞાનવાપીથી કાશી વિશ્વનાથનાં દર્શન કરવા પહોંચી હતી. તેમનું સ્વાગત ડમરૂ દલથી કરવામા આવ્યું હતું. ગર્ભ ગૃહમાં પૂજા કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ કાલભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરીને કોંગ્રેસની જીત માટે કામના કરી હતી.

READ ALSO

Related posts

પીએમ મોદી અને સંઘ પ્રમુખની આજે નાગપુરમાં મુલાકાત, Bjpને બહુમત સૌથી મોટો વિવાદ

Bansari

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!