GSTV

વારાણસીના સંકટ મોચક મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી

Last Updated on December 5, 2018 by

વારાણસીના સંકટ મોચક મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામા આવી છે. મંદિરના મહતંને મંદિરને ઉડાવી દેવીની ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્રમાં 2006થી વધારે મોટો વિસ્ફોટ કરવાની ચેતાવણી આપવામાં આવી છે.

ધમકીભર્યો પત્ર મળતા મંદિરના મહંત વિશ્વભરનાશ મિશ્રે કેન્દ્રીય ગૃહમંત્રાલય, આઈબી અને એડીજીને પત્ર અંગે માહિતી આપી છે. ત્યારે આ મામલે લંકા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વ પૂર્ણ છે કે, 2006માં સંકટ મોચક મંદિર, કેંટ સ્ટેશન અને દશાશ્વમેઘ ઘાટ પર બ્લાસ્ટ થયા હતા. જેમા સાત લોકોના મોત અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.

આ બોમ્બ બ્લાસ્ટમાં દેશના સૌથી મોટા 10 આતંકવાદીઓનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યુ હતું. પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે, બોમ્બ બિહારમાં બનાવવામા આવ્યા અને વિસ્ફોટક સામગ્રી નેપાળથી લાવવામાં આવી હતી.

Related posts

કમનસીબી: 12 ચોપડી ભણેલા નેતાઓએ ગુજરાતની સત્તા સંભાળી, નવી સરકારમાં 11 મંત્રીઓ ભણવામાં ‘ઢ’

Pravin Makwana

પીએમ નરેન્દ્ર મોદીનો 71મોં જન્મદિવસ, બીજેપી શરુ કરશે ‘સેવા અને સમર્પણ’ અભિયાન

Damini Patel

BJPમાં સિનિયર નેતાઓનું ભાવિ ધૂંધળુ: હાઈકમાન્ડમાંથી ફોન આવ્યો-મૂંગા મરો અને કામે લાગી જાવ, વિરોધ બાદ એકાએક સોપો પડી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!