GSTV
Home » News » નરસંહારનાં પીડિતોને મળ્યા મુખ્યમંત્રી, સપા અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓની થઈ ધરપકડ

નરસંહારનાં પીડિતોને મળ્યા મુખ્યમંત્રી, સપા અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓની થઈ ધરપકડ

યુપીના સોનભદ્રમાં નરસંહારની ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે સોનભદ્રમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગીએ સોનભદ્રની જિલ્લા હોસ્પિટલમાં હુમલાની ઘટનામાં સારવાર લઈ રહેલા ઘાયલ સાથે પણ મુલાકાત કરી હતી.

સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, કોંગ્રેસના પાપના કારણે આ ઘટના બની હતી. સરકારે મૃતકના પરિવારને 18-18 લાખ રૂપિયાની જાહેરાત કરી છે, સાથે ઘાયલોને અઢી-અઢી લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

સીએમ યોગીના પ્રવાસ પહેલા સોનભદ્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. જ્યારે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

મહત્વપૂર્ણ છે કે, સોનભદ્રમાં જમીન વિવાદ મામલે ૧૦ લોકોના મોત થયા છે. જ્યારે પોલીસે આ મામલે ૨૫થી વધારે લોકોની ધરપકડ કરી છે. સીએમ યોગી પહેલા પ્રિયંકા ગાંધીએ મિર્જાપુરના ચુનારમાં ધરણા કર્યા હતા.

પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા રોકવામાં આવતા તેમણે ધરણા શરૂ કર્યા હતા. જે બાદ પોલીસે પીડિત પરિવાર સાથે પ્રિયંકા ગાંધીની મુલાકાત કરાવી હતી.

READ ALSO

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!