GSTV

નરાધમે 11 વર્ષીય બાળકી પર બે મહિનામાં પાંચ વખત દુષ્કર્મ આચર્યું, નફ્ફટને લોકોએ બરાબરનો પાઠ ભણાવ્યો

10

વાપીમાં 15 દિવસ અગાઉ 9 વર્ષની એક બાળકીની દુષ્કર્મ કરી તેની હત્યા કરવાની ચકચારી ઘટના બની હતી. જેના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં ફરી એક વખત વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં 11 વર્ષીય બાળકીને એક નરાધમે પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. જોકે આ વખતે આરોપી લોકોના હાથે ઝડપાઈ જતા, લોકોએ તેને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.

ટીવી જોવાના બહાને ચાકુની અણીએ દુષ્કર્મ આચર્યું

જેને પગલે આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. સારવાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વાપીના છેવાડાના વિસ્તારમાં પડોશમાં જ રહેતા એક આઘેડે બાળકીને ટીવી જોવાના બહાને પોતાના ઘરમાં લઈ જઈ તેની પર ચાકૂની અણીએ દુષ્કર્મ આચર્યું હતું.

બાળકીને પેટમાં ઉપડ્યો દુખાવો

આરોપીએ માસૂમ બાળકી પર બે માસમાં 5 વખત દુષ્કર્મ આચર્યુ હતું. જોકે બાળકીને પેટમાં દુખાવો ઉપડતાં બાળકીએ સમગ્ર ઘટના તેની દાદીને કરી હતી. આથી નરાધમ આરોપીનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકીની માતા ચાર વર્ષ અગાઉ મૃત્યુ પામી હતી. આથી બાળકી તેના પિતા અને દાદી સાથે રહેતી હતી.

READ ALSO

Related posts

પેટાચૂંટણીના પડઘમ/ ભાજપે તમામ 8 બેઠકો પર સર્વે હાથ ધર્યો,ચોંકાવનારા તારણો સામે સત્તાધારી પક્ષની ઉંઘ થઈ હરામ

pratik shah

કોંગ્રેસ/ નેતા ગયાસુદ્દીન શેખે પંચાયતી રાજની ચૂંટણી મોકૂફ રાખવા કરી પિટિશન

pratik shah

જેતપુરમાં પ્રદુષણ માફિયા બેફામ, ચોખ્ખી થયેલી ભારદમાં ભારે પ્રદુષણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!