GSTV
Home » News » મંજુરી વગર ચાલતા છ દવાખાના ઝડપાયા : વાપીમાં પોલીસ-આરોગ્ય તંત્રના દરોડા

મંજુરી વગર ચાલતા છ દવાખાના ઝડપાયા : વાપીમાં પોલીસ-આરોગ્ય તંત્રના દરોડા

વાપીના વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડીને મંજુરી વગર તબીબી પ્રેક્ટીશ કરતા તબીબોને ઝડપી લીધા છે. કોઇ મંજુરી વગર આ શખ્સો દવાના હાટડા ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતાં. આ શખ્સોના ક્લીનીકમાંથી પોલીસે દવા, ઇન્જેક્શનો, બાટલા સહિતની વસ્તુ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વાપી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ જાતની મંજુરી વગર નકલી ડોક્ટરો ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે વલસાડ LCB અને આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા વાપીના ડુંગરા, હરિયા પાર્ક, ટાંકી ફળિયા, ભડકમોરા સહિત ૬ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન તમામ ડૉક્ટરો ગુજરાત મેડિકલ કાઉન્સીલની પરવાનગી વગર હાટડી ચલાવી એલોપેથી પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું હતું. આયુર્વેદિક અને હોમિયોપેથિકની ડિગ્રીના આધારે એલોપેથી દવા દર્દીઓને આપવામાં આવતી હતી.

પોલીસે ડૉ.નિહાર રંજન બિશ્વાસ (ભડકમોરા, વાપી), ડૉ.રાજેન્દ્ર ભિખમચંદ જૈન (હરિયાપાર્ક, ડુંગરા), ક્રિષ્ના બ્રાહ્મણ (ટાંકી ફળિયા, વાપી), ડૉ. સુશાંત સુખલાલ મંડલ (ચણોદ, વાપી), કિશોરી કળશદેવ સિંગ (ડુંગરી ફળિયા, ડુંગરા), ડૉ. રમન શીતલ સિંઘલ (જીઆઈડીસી, વાપી) સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ગુજરાતની આ જગ્યાએ નીકળ્યું બોગસ ક્રેડિટ કાર્ડનું કૌભાંડ, 1000 કરોડથી પણ છે મોટું

Mayur

શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી, કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી

Arohi

રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું ડાકોર, હિરાજડીત મુગટ સાથે રણછોડરાયજીનો શણગાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!