GSTV

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Last Updated on November 27, 2021 by Pravin Makwana

વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે.વાપીની PTC કોલેજ ખાતે 129 મતદાન મથકો માટે EVM સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી રવાના કરવામાં આવી હતી.

આ અંગે ચૂંટણી અધિકારી જણાવ્યું હતું કે, તમામ 129 મતદાન મથક માટે ટીમોનું ફોર્મેશન કરી રવાના કરવામાં આવી છે. 28મી નવેમ્બરે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. મતદાન માટે એક DYSP, ત્રણ પીઆઈ, નવ પીએસઆઇ, 284 પોલીસ અને 190 હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, વાપીના 11 વોર્ડની 43 બેઠકો પર મતદાન થવાનું છે. જે માટે કુલ 1.2 લાખ જેટલા મતદારો નોંધાયા છે. જે 109 ઉમેદવારોને પોતાનો મત આપશે. વાપી નગરપાલિકામાં આ વખતે ભાજપે પહેલેથી એક બેઠક બિનહરીફ મેળવી છે. ભાજપે 43 બેઠકો, કોંગ્રેસે 42 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીએ 24 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

READ ALSO

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!