નામધા-ચંડોલ ગામમાં 1 મહિનામાં 335 લોકોને શ્વાન કરડ્યા, લોકોમાં રોષ

વાપી નગર પાલિકાની નિષ્ક્રિયતાનો ભોગ આજે નામધા અને ચંડોલ ગામ લોકોએ બનવુ પડ્યું છે. આ બંને ગામમાં એક જ મહિનામાં બે ચાર નહીં પણ 335 જેટલા લોકોને શ્વાને કરડી લીધા છે ત્યારે લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ છે.

વાપી શહેરને અડીને આવેલા દમણગંગા નદી પાસેના નામધા અને ચંડોળ ગામે શ્વાનની દહેશત જોવા મળી રહી છે. આ વિસ્તારમાં સમગ્ર વાપીનો કચરો ઠાલવવામાં આવે છે.ત્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્વાન જોવા મળી રહ્યા છે અને આ શ્વાન લોકોને કરડી રહ્યા છે.

છેલ્લા પાંચ મહિલામાં શ્વાન કરડવાના બનાવ

જાન્યુઆરી મહિનામાં 191 પુરુષો અને 64 મહિલાઓ શ્વાને બચકા ભર્યા.

ફેબ્રુઆરીમાં 111 પુરુષો અને 43 મહિલાઓ શ્વાનના કરડવાનો ભોગ બની હતી.

જ્યારે માર્ચ મહિનામાં 120 પુરુષો અને 32 મહિલાઓ, એપ્રિલ મહિનામાં 145 પુરુષો અને 28 મહિલાઓ શ્વાન કરડવાનો ભોગ બની હતી.

આ સિવાય મે મહિનામાં 114 પુરુષો અને 28 મહિલાઓ શ્વાન કરડવાનો ભોગ બની હતી.

વાપી નજીક નામધા-ચંડોળ ગામની હદમાં આવેલી ડમ્પિંગ સા઼ઇટમાં મરેલા પશુઓને પણ મોટા ખાડાઓમાં નાખવામાં આવે છે. જેનાથી આ વિસ્તારમાં 400 જેટલા શ્વાનનો ત્રાસ વર્તાઇ રહ્યો છે. આ શ્વાન મરઘા, ગાયો સહિતના પાલતુ પશુઓને પણ કરડે છે. ડમ્પિંગ સાઈટથી લોકોનુ જીવવુ નર્કાગાર બની ગયુ છે. ડમ્પિંગ સાઇટના તમામ નિયમોને ઘોળીને પી જનારા નગરપાલિકાના સત્તાધીશોના પાપે આસપાસના ગામની પ્રજા પરેશાન થઇ રહી છે અને પાલિકાના સત્તાધીશો હજુ પણ આગામી દિવસોમાં તમામ સમસ્યાઓનો નિવેડો લાવવાના બણગાં ફૂંકી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter