ગુજરાતમાં આજે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે નવસારીમાં ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદામાં બબાલની ઘટના સામે આવી છે. વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

વાંસદાના ઝરી ગામે અજાણ્યા ઈસમો દ્વારા પિયુષ પટેલની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પિયુષ પટેલની કારના કાચ તૂટતાં માથામાં ઈજા પહોંચી છે. આ સમગ્ર ઘટના બાદ ભાજપ ઉમેદવાર પોતાના સમર્થકો સાથે વાંસદા પોલીસ મથકે પહોંચ્યા
હતા.

ઉલ્લેખનીય છે કે, મતદાન પૂર્વે હુમલો થતા ભાજપના કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળ્યો છે, હુમલો કોંગી ધારાસભ્ય અને ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય