GSTV
Home » News » રૂપાણી સરકારને ડર, મોદીની હાજરીમાં જ પેપર ફૂટશે તો! પરીક્ષા જ રદ કરી દીધી

રૂપાણી સરકારને ડર, મોદીની હાજરીમાં જ પેપર ફૂટશે તો! પરીક્ષા જ રદ કરી દીધી

‘તકેદારી’નું કારણ આગળ ધરીને લગભગ રાજ્યના 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હવે વનસંરક્ષક પરીક્ષાના ગણીને 12 દિવસ રહ્યા હોય ત્યારે આ પરીક્ષાને મોકૂફ રાખી દેવાની ? શાની તકેદારી રાખવાની છે કે પેપર ફૂટ્યું ફરી ? એલઆરડીની પરીક્ષા બાદ હવે વન રક્ષકની પરીક્ષા રાજય સરકાર મોકૂફ રાખી છે. લોક રક્ષકની ભરતી જેવી ઘટના વન રક્ષકની ભરતીમાં ન થયા તે માટે સરકાર આગોતરા પગલે લઇને પરીક્ષા રદ કરી છે. ગુજરાત ફોરેસ્ટની 334 જગ્યાની લેખિત ૫રીક્ષા હાલ પુરતી મોકૂફ રાખી છે.

સરકારને ભરોસો નથી કે તેઓ વિના વિધ્ને આ પરીક્ષાને સફળ કરાવશે

આગામી 23મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હોઈ, આ પરીક્ષા સરકારી સહુલિયત માટે ‘મોકૂફ’ રાખવામાં આવી છે ! મોદીની હાજરીમાં પેપર ફૂટવાનો સરકારને ડર છે કે કેમ? ગુજરાત સરકાર તકેદારીના ભાગરૂપે પરીક્ષા રદ કરે તેનો મતલબ એ થાય તે સરકારને ભરોસો નથી કે તેઓ વિના વિધ્ને આ પરીક્ષાને સફળ કરાવશે. સરકાર પણ હવે પરીક્ષાનું પેપર ફૂટવાની બીકે ડરી રહી ગઈ છે. એક સરકાર રાજ્યમાં જાહેર ભરતીની પરીક્ષા તકેદારીના ભાગરૂપે રદ કરે એ સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.

અાગામી દિવસોમાં પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે

સરકારના આવા મનઘડંત નિર્ણયોના કારણે વિદ્યાર્થીઓના મોરલ ઉપર અસર થાય છે. એટલું જ નહિ, જે યુવાનો ગંભીરતાથી મહેનત કરતા હોય છે તેમના ઉત્સાહમાં પણ કમી આવે છે ! 23 ડિસેમ્બરના રોજ યોજવામાં આવનાર વનસંરક્ષક પરીક્ષા મોકુફ રાખવાની સરકારે જાહેરાત કરી છે. સરકારે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું છે કે, જરૂરી તકેદારીના ભાગરૂપે વનસંરક્ષક માટેની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જણાવ્યું હતું કે, અાગામી દિવસોમાં પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે.

લોકરક્ષકની પરીક્ષા બાદ વનસંરક્ષકની પરીક્ષા મોકુફ

ઉલ્લેખનીય છે કે, 2 ડિસેમ્બરના રોજ લોક રક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પેપર લીક થયું છે તેવી માહિતી મળતા સરકારે તત્કાલીન પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. મહત્વની વાત એ છે કે, પરીક્ષા શરૂ થયાની ગણતરીની મીનિટમાં પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ આ પરિક્ષા આપવા આવેલા 9 લાખ જેટલા પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા હતા.પોલીસે અત્યાર સુધીમાં 14 લોકોની આ મામલે ધરપકડ કરી છે. પોલીસને આજે મોટી સફળતા પણ મળી છે. પેપર લીક કરનારા મુખ્ય આરોપીને શોધી લેવામાં આવ્યો છે, અને આજે તેને દિલ્હીથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે.

Related posts

LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

Arohi

પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફિનાઈલ પીધું અને પરિવારજનો વીડિયો ઉતારવામાં મશગૂલ હતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!