વંદે ભારત એક્સપ્રેસ હવે ભારતમાં ઘણા રૂટ પર ચલાવવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ રૂટ પર આ ટ્રેન પાટા પર પશુઓ આવવાના કારણે અનેક વખત અકસ્માતનો ભોગ બની છે. આ માર્ગ પર રેલ્વે ટ્રેકથી પ્રાણીઓને દૂર રાખવા માટે રેલ્વેએ ફેન્સીંગનું કામ શરૂ કર્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ જાણકારી આપી. રેલ્વે મંત્રાલયે માહિતી આપી હતી કે આ રૂટ પર તમામ આઠ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને આ રૂટ પર ફેન્સીંગ માટે 245.26 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે.

નવેમ્બર 2022માં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે રેલ્વે ટ્રેક પર લગભગ 1000 કિલોમીટર લાંબી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. તેને બનાવવામાં પાંચથી છ મહિનાનો સમય લાગશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ભારતીય રેલ્વેએ અગાઉ નવી દિલ્હી-આગ્રા રૂટ પર ઘણા ભાગોમાં કોંક્રિટ સ્લીપર બાર દ્વારા ફેન્સીંગનું કામ કર્યું છે પરંતુ તે ભારતીય રેલ્વે માટે ક્યારેય કારગર રહ્યું નથી.

રેલ્વે મંત્રાલયના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે આ વર્ષે જાનવર અને માનવ સંબંધિત અકસ્માતોને કારણે રેલ્વેની ખોટ વધી છે. નાણાકીય વર્ષ 2022માં જ્યાં રેલવેને નુકસાનના 2115 કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર 2022 વચ્ચે આવા 2650 કેસ સામે આવ્યા છે.
READ ALSO
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક
- મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે
- દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ
- ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ