GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

વંદે ભારત એક્સપ્રેસ ટેન સાથે રખડતી ભેંસો અથડાઈ, ટ્રેનના આગળના ભાગના ભૂક્કા બોલાવી દીધાઃ અમદાવાદના રખડતા ઢોરોનો ત્રાસ

એક સપ્તાહ પહેલા જ ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ની શરૂઆત થઈ છે ત્યારે આજે અમદાવાદમાં વટવા ટ્રેક પાસે તેને નાનકડો અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક ઉપર 2 ભેંસો આવી જવાના કારણે થયેલા અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગે થોડું નુકસાન નોંધાયું છે.

ટ્રેનના આગળના ભાગ સાથે ભેંસો અથડાવાના કારણે ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો પરંતુ તેની સર્વિસ પર કોઈ અસર નથી નોંધાઈ. આજે બપોરે 11:00 કલાક આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ભેંસ અથડાઈ હતી. આ કારણે ટ્રેન 10 મિનિટ સુધી ઉભી રહી હતી અને બાદમાં રાબેતા મુજબ તેની સેવા શરૂ કરાઈ હતી.

નોંધનીય છે કે, ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાય છે. આ ટેક્નિક દેશમાં જ વિકસિત કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING / મોરબી બાદ મહારાષ્ટ્રમાં રેલ્વે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ ધડામ, 20 મુસાફરો 60 ફૂટની ઉંચાઈથી નીચે પટકાયા

Hardik Hingu

ભાવનગર / પીએમ મોદી પાલીતાણામાં ભાજપની જનસભાને સંબોધન કરશે

Nakulsinh Gohil

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu
GSTV