GSTV

PM મોદીએ શુક્રવારે લીલી ઝંડી આપી એ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન એક જ દિવસમાં ખોટકાણી

ભારતની સૌથી ઝડપી ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ની પ્રસ્થાનના 24 કલાકની અંદર જ ખોટકાણી છે. વારાણસીથી પરત આવતી આ સુપરફાસ્ટ ટ્રેન દિલ્હીથી આશરે 200 કિલોમીટર દૂર હતી અને ટુંડલા જંકશનના આવતા પહેલા જ 18 કિમી દૂર ખરાબ થઈ ગઈ. એક સમાચાર એજન્સી અનુસાર ‘વંદે ભારત એક્સપ્રેસ’ ના છેલ્લા કેટલાક ડબામાં અચાનક બ્રેક જામ થઈ ગઈ અને છેલ્લા ચાર ડબ્બામાં વીજળી જતી રહી હતી.

ટ્રેનમાં ઉપસ્થિત એન્જિનિયરોએ વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું હતું કે ટ્રેનનું નિયંત્રણ પણ નિષ્ફળ ગયું છે અને આ મુશ્કેલીથી અત્યારે જ ઉપચાર થઈ શકે એમ નથી. ટ્રેનમાં હાજર પત્રકારો સહિત તમામ મુસાફરોને સવારે 8:30 વાગ્યે બે અન્ય ટ્રેનો દ્વારા તેમના સ્થાન પર મોકલવામાં આવ્યા હતા.

એવું માનવામાં આવે છે કે આ ટ્રેન એક પ્રાણી સાથે અથડાવાથી આવું થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલાં આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી, એટલે કે શુક્રવારે સવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી અનાવરણ કર્યું હતુ અને રવિવારે સામાન્ય લોકો માટે ખુલ્લી મુકવાની હતી પણ એ પહેલા જ ખોટકાણી હતી.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!