GSTV

પિતા પાસેથી પૈસા પડાવવા વલસાડના યુવકે રચ્યું ષડયંત્ર, સમગ્ર ઘટના જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

વલસાડના એક યુવકે પોલીસને ચકડોળે ચડાવી હતી. વલસાડના હાલર વિસ્તારમાં રહેતા રાજન દમણિયા નામનો વ્યક્તિ ગુમ થયા અંગેની પોલીસને ફરિયાદ મળી હતી. ગુમ રાજનના પિતાને ખંડણી અંગેના મેસેજ આવતા પોલીસે સમગ્ર મામલે ગંભીર નોંધ લઇ યુવકની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે યુવકને શોધી કાઢ્યો

પોલીસ તપાસમાં સુરત લોકેશન આવતા પોલીસે યુવકને શોધી કાઢ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આ યુવકે ઓનલાઇન એપ્લિકેશન મારફતે લીધેલી લોનના રૂપિયા 3 લાખના હપ્તા ન ભરી શકતો નહોતો. ત્યારબાદ પોતાના પિતા પાસેથી પૈસા પડાવવાનું ગુમ થયાનું તરકટ રચ્યું હતુ. હપ્તાના પૈસા નહી ભરાતા યુવક પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો. સમગ્ર મામલે પોલીસ રાજનની પુછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ચેતવણી/ ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, થઈ શકે છે અનેક નુકસાન

Sejal Vibhani

આજે 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાશે બર્ફીલો પવન, 26 જાન્યુઆરી સુધી ઠંડીનો પ્રકોપ રહેશે યથાવત

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!