GSTV
Home » News » ભારે વરસાદમાં વલસાડના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે, પણ બાજુમાં જે વસ્તુ છે એના વિશે જાણી બેટ મુકી ભાગવાનું મન થશે

ભારે વરસાદમાં વલસાડના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે, પણ બાજુમાં જે વસ્તુ છે એના વિશે જાણી બેટ મુકી ભાગવાનું મન થશે

વરસાદી પાણીમાં અનેક પ્રકારના જોખમો હોય છે. તેમાં પણ જ્યારે ભારે વરસાદ હોય તે સમયે વરસાદી પાણીમાં બહાર નીકળવું બને ત્યાં સુધી ટાળવું જોઇએ. આ સમયે વલસાડના ઉમરગામ તાલુકાના ટીંભી ગામે કેટલાક યુવકો વરસાદી પાણીમાં ક્રિકેટની મજા માણતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

ગોઠણસમા પાણીમાં ક્રિકેટ રમતા આ યુવકો ખૂબજ ખુશ દેખાય રહ્યા છે. તેમાં એક યુવક તો કોમેન્ટ્રી પણ કરી રહ્યો છે. પરંતુ આ રમત જોખમી બની શકે છે. કારણકે વરસાદી પાણીમાં કોઇ ઝેરી જીવ જંતુથી તો આ યુવકોને જોખમ છે જ સાથોસાથ તેઓ જે સ્થળે ક્રિકેટ રમી રહ્યા છે ત્યાં નજીકમાંજ વીજ થાંભલો પણ આવેલો છે.

આ થાંભલામાંથી જો કરંટ પસાર થાય તો આ યુવકો માટે જોખમી સાબિત થઇ શકે છે. જેથી વરસાદ સમયે આ પ્રકારની રમતો જોઇને અન્ય લોકો પણ આવા જોખમો ખેડતા હોય છે. ત્યારે આવા જોખમી સ્ટંટથી બચવું એજ સમજદારીભર્યુ કામ છે.

READ ALSO

Related posts

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!