GSTV
Home » News » વૃદ્ધાના મોત બાદ અંતિમ વિધિ માટે ગ્રામજનો અને પુત્ર આવી ગયા આમને સામને, કારણ હતું કંઈક આવું

વૃદ્ધાના મોત બાદ અંતિમ વિધિ માટે ગ્રામજનો અને પુત્ર આવી ગયા આમને સામને, કારણ હતું કંઈક આવું

વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા રાજપુરી જંગલ ગામે 62 વર્ષીય વૃદ્ધનું ગઈકાલે સાંજે હૃદય રોગથી મોત થયુ હતુ. ત્યારબાદ તેની અંતિમ વિધિ માટે ગ્રામજનો અને પુત્ર આમને સામને આવી ગયા હતા. જેથી મૃતકની લાશ બપોર સુધી અંતિમ વિધિ વગર રઝળી હતી. મૃતક દ્વારા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હતો. જેથી તેમના પુત્રએ દફન વિધિ કરવાની માંગ કરી હતી. જ્યારે ગ્રામજનો અગ્નિસંસ્કારની માંગને લઈ આમને સામને આવી ગયા હતા. જેથી ગામનું વાતાવરણ તંગ બન્યું હતું. આખરે સરપંચ અને ગ્રામજનોએ ધરમપુર પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી હતી અને મૃતકનો અગ્નિસંસ્કાર કરવા માટે પુત્રને માનવી લેતા મામલો થાળે પડ્યો હતો.

Read Also 

Related posts

આ ગુજરાત છે ? લગ્નમાં પીવાનો ટ્રેન્ડ જૂનો થયો, અહીં તો દારૂરાસ અને દારૂસ્નાન કરાયું

Nilesh Jethva

વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે ગુજરાતમાં, વિદેશથી મંગાવવામાં આવશે વૃક્ષો

Nilesh Jethva

ગુજરાતમાં 3 બેઠકો જીતવા ભાજપે શરૂ કરી સોગઠાબાજી, આ દાવ ખેલી શકે છે સરકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!