GSTV
Gujarat Election 2022 Valsad ગુજરાત ટોપ સ્ટોરી

વલસાડ / વાપીમાં પીએમ મોદીના રોડ-શોમાં ઉમટી જનમેદની, જુઓ વિડીયો 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને રિઝવવા રોડ-શો, સભાઓ, બેઠકો કરી રહ્યા છે. તો વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ રાજ્યમાં જનસભાઓ કરી રહ્યા છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી ગયા છે. તો આજે PM મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે, જોકે તે પહેલા વાપીમાં તેમનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. 

આ રોડ-શો દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોડ-શો દરમિયાન જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ અને નાગરિકોએ પણ PM મોદીનો ભવ્યાતિભવ્ય આવકાર કર્યો હતો. આ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રોડ-શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુજવામાં જંગી સભાને સંબોધશે.

PM મોદીના રોડ શો દરમિયાન આદિવાસી લોક નૃત્યોનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું છે.  તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા નાના બાળકોથી લઈ તમામ ઉંમરના લોકો રોડ-શો દરમિયાન ઉમટી પડ્યા હતા.

READ ALSO

Related posts

દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો

HARSHAD PATEL

મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન

Nakulsinh Gohil

મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Nakulsinh Gohil
GSTV