GSTV

વલસાડના આ વિસ્તારોમાં અનુભવાયા 3.7ની તીવ્રતાના ભૂંકપના આંચકા, અગાઉ કચ્છની પણ ધરા ધ્રુજી હતી

Last Updated on June 24, 2021 by Dhruv Brahmbhatt

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના 3.7 રિક્ટર સ્કેલના હળવા આંચકા અનુભવાયા છે. 2 હળવા આંચકાથી લોકોએ સોશિયલ મીડિયામાં ભૂકંપના આંચકાની વાતો શેર કરી હતી.

earthquake

ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાના ધૂંદલવાડી વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાથી છેલ્લાં આઠ મહિનાથી ભૂકંપના આંચકાથી ગુજરાત અને મહારાષ્ટ્રના ગામડા ધ્રૂજી રહ્યાં છે. આજે ઉમરગામ સહિત મહારાષ્ટ્રના તલાંસરી, બોરડી અને દાહાનુ સહિતના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકાની ચર્ચા સામે આવી છે.

earthquake

થોડાંક દિવસ અગાઉ કચ્છમાં પણ અનુભવાયા હતાં ભૂકંપના આંચકા

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થોડાંક દિવસ અગાઉ જ કચ્છમાં પણ 4.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બપોરના 3:45 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યાં ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી ઉત્તર પૂર્વમાં આવેલું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel

મોટો ઘટસ્ફોટ / વેક્સિન લઇ લીધી એટલે નિશ્ચિંત ના થઇ જતાં, અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી રસીકરણ છતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!