GSTV

વલસાડઃ ઉમરગામમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ, શાળાઓમાં રજા જાહેર

Last Updated on July 9, 2018 by Arohi

વલસાડના ઉમરગામ તાલુકામા મેઘ મેહેર યથાવત  જોવા મળી રહી છે. ગઈકાલે વરસેલા ભારે વરસાદ બાદ વરસાદે થોડો વિરામ લીધો અને ફરી ફરી જોરદાર ઇનિંગ શરૂ કરતા વરસાદ લોકો માટે પરેશાની રૂપ બની રહ્યો છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

ઉમરગામ તાલુકામાં ૨૦ કલાકમાં સાંબેલાધાર ૧૪ ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. મુખ્યમાર્ગ અને નીચાણવાળા વિસ્તારોમાં કમ્મર સુધીના પાણી અને ઘરોમાં બે ફૂટ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ટીંભી ગામે તળાવ ઉભરાતા પાણી રોડ પર ફરી વળતા વાહનવ્યવહારને અસર પડી હતી. જ્યારે ધરમપુરમાં ૭ ઇંચ અને અન્ય તાલુકામાં ૨ થી ૪ ઇંચ વરસાદ પડયો હતો. રવિવાર બપોર બાદ વરસાદે વિરામ લેતા તંત્રએ હાશકારો લીધો હતો. પરંતુ આજ સવારથી ફરી વરસાદ શરૂ થતા તંત્ર પણ કામે લાગ્યુ છે.

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!