GSTV
Home » News » વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે દમણગંગા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે દમણગંગા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ

વલસાડ જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે તાલુકાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બીજી તરફ વલસાડ સેલવાસ રોડ પર આવેલા કરચોડ નજીક દમણગંગા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેને લઈને સેલવાસ કાચવા અને વારોલી જંગલ ગામ વચ્ચેનો સંપર્ક કપાયો છે.તો પારડીના પરીયા નજીક આવેલી કોઠાર ખાડી પર બનેલી રહેલો પુલ પાણીમાં ગરકાવ થયો છે.

જેને લઈને પારડી ભેસલાપાડા પરીયા અને અંબાચ ગામનો સંપર્ક કપાયો છે. પાણી પુલ ઉપરથી વહેતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડમાં એક જ દિવસમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર રસ્તાઓ પર ગાબડા પડતા તેમજ વૃક્ષો ધરાશાયી થવાને કારણે તંત્રની પોલ ખુલી હતી. એક તરફ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ અનેક લોકોએ હાલાકી ભોગવવી પડી.

READ ALSO

Related posts

ટ્રમ્પના કાર્યક્રમ પાછળ કરોડોનો ખર્ચ, સરકારે ગુજરાતમાં કોઈને ખબર નથી તેવી સમિતીનું આપ્યું નામ

Nilesh Jethva

અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી આટલા રાજ્યોની ઝાંખી જોવા મળશે

Nilesh Jethva

ટ્રમ્પના કાર્યક્રમ માટે 2000 ઉદ્યોગપતિઓનું રજિસ્ટ્રેશન, 600ને મળી મંજૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!