GSTV
Home » News » દારૂની હેરાફેરી માટે આ ડ્રાઈવરે અપનાવ્યો ગજબનો નુસખો, જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

દારૂની હેરાફેરી માટે આ ડ્રાઈવરે અપનાવ્યો ગજબનો નુસખો, જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. પરંતુ પોલીસની સતર્કતા અને બાતમીદારોને પગલે બુટલેગરોની તરકીબ કામયાબ નથી રહેતી. કંઇક આવું જ બન્યું છે વલસાડમાં, કે જ્યાં નેશનલ હાઇવે પર દારૂની હેરફેર અંગે મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન પોલીસે શંકાસ્પદ ટેમ્પોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને જોઇને જ ટેમ્પોનો ડ્રાઇવર ટેમ્પોને થોડે આગળ મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ હાથ ધરતા તેમાં શરૂઆતમાં તો ટમેટાના કેરેટ જોવા મળ્યા હતા. પરંતુ અન્ય કેરેટમાં તપાસ કરાતા તેમાં અંગ્રેજી બનાવટનો દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કુલ 3.67 લાખ રૂપિયાનો દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!