GSTV

લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં ઉંધા રવાડે ચડી બે બ્હેનપણી, મહારાષ્ટ્રથી દારૂની ખેપ મારી અમદાવાદ પહોંચી તે પહેલા થઈ ધરપકડ

લોકડાઉનમાં ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઇ જતા બેંકના હપ્તા અને અન્ય ખર્ચને પહોંચી વળવા બે સખીઓએ મહારાષ્ટ્રથી દારૂની ખેપ મારી અને અમદાવાદ સુધી લઈ જવા જઈ અને પૈસા કમાવાની ગોઠવણ કરી હતી. જોકે મહારાષ્ટ્રથી દારૂની ખેપ લઈને અમદાવાદ પહોંચે તે પહેલાં જ ગુજરાતમાં પ્રવેશતા વલસાડ પોલીસે બંનેને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વલસાડના અતુલ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી, એ દરમિયાન જ બાતમીવાળી કાર મળતાં પોલીસે તપાસ કરતાં કારમાં માત્ર બે યુવતીઓ જ સવાર હતી. આથી પોલીસે બંને યુવતીની પૂછપરછ કરી હતી. જેમાંથી એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી અને અનેક યુવતી જામનગરની હોવાનું બહાર આવ્યું હતું અને બંને બહેનપણીઓ હતી.

બંને એક્ટિંગ અને ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલ હતી. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. પોલીસે કારમાંથી 216 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત 31200 રૂપિયા જેટલી થાય છે. આથી બન્ને યુવતીઓને અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે અત્યારે બંને યુવતીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ બે યુવતીઓ દારૂની ખેપ મારતા ઝડપાતા સમગ્ર કિસ્સો ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!