GSTV

નેતાજીનું સરઘસ / પારડીના રહીશોએ પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેનને ગલીએ ગલીએ ફેરવ્યા, શૌચાલયની સ્થિતિ જોવા ફરજ પાડી

પારડી

Last Updated on August 8, 2021 by Damini Patel

વલસાડ નગરપાલિકાના વલસાડ પારડી વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેનેજ લાઈન ઉભરાવાના કારણે પીવાનું પાણી ગંદુ આવતાં તેમજ ભયંકર ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. ત્યારે સ્થાનિકોની વારંવારની રજૂઆતો પાલિકા ભાજપ શાસકોના બહેરા કાને અથડાતા શુક્રવારે મોડી સાંજે આ વિસ્તારમાં પહોંચેલા પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને મુખ્ય ઈજનેરને સ્થાનિક રહીશોએ ભીંસમાં લીધા હતા. તેમને ગલીગલીએ ફેરવીને ઉભરાતી ગટરો, ગંદકી અને બારણા વિનાના અતિશય દુર્ગંધ મારતા શૌચાલયોમાં લઈ જઈને ભારે રોષપૂર્વક રજૂઆતો કરવા સાથે સોમવારથી આ વિસ્તારની સમસ્યાઓ હલ કરવામાં નહીં આવે તો પાલિકા પરિસરમાં બેસી જઈ હલ્લાબોલ કરવાની ચીમકી આપી હતી.

પદાધિકારીઓને ગલી ગલીએ ફેરવીને ઉભરાતી ગટરલાઈન અને ગંદકીના દર્શન કરાવ્યા

વલસાડ પાલિકાના વોર્ડ નં.૨ અને ૫માં વલસાડ પારડીનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં છેલ્લા ૩ વર્ષથી ગટરલાઈન વારંવાર ઉભરાય છે. જેના કારણે એક પણ દિવસ આ વિસ્તારમાં ગલીઓ અને રસ્તાઓ ઉપર ગંદુ ગટર લાઈનનું પાણી ન હોય એવું બન્યુ નથી. જે બાબતે આ વોર્ડના સભ્યો હાલના કારોબારી ચેરમેન છાયાબેન પટેલ, ટીપી ચેરમેન હિતેશ રાણા સહિતના ભાજપના સભ્યો દ્વારા એક પણ વખત આ સમસ્યા હલ થાય તેવા પ્રયત્નો કર્યા નથી જેને કારણે અચાનક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. ગટર લાઈનનું ઉભરાતુ ગંદુ પાણી પીવાના પાણીની લાઈન સાથે ઘણીવાર ભળી જતાં આ વિસ્તારોમાં પીવાનું પાણી પણ ગંદુ આવતાં છેલ્લા એક અઠવાડીયાથી આ વિસ્તારનો લોકો પાલિકા શાસકો સામે લડી લેવાના મુડમાં હતા તેવામાં શુક્રવારે મોડી સાંજે પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, કારોબારી ચેરમેન છાયાબેન પટેલ, મુખ્ય ઈજનેર હિતેશ પટેલ, સભ્યો હિતેશ રાણા, રાજુ મરચા વગેરે વલસાડ પારડી ગયા હતા. જેની સ્થાનિક રહીશોને ખબર પડતાં જ બરૃડીયાવાડ, કાશ્મીરાનગર, દેસાઈવાડ, ખોડીયાર માતા મંદિર વિસ્તારના મહિલાઓ સહિતના રહીશો તેઓ પાસે આવી પહોંચ્યા હતા. અને ભારે રોષપૂર્વક રજૂઆતો કરી હતી. એટલું જ નહી પરંતુ તમામ પદાધિકારીઓને ગલી ગલીએ ફેરવીને ઉભરાતી ગટરલાઈન અને ગંદકીના દર્શન કરાવ્યા હતા.

દરમિયાન બરૃડીયાવાડની મહિલાઓ રણચંડી બની હતી અને સાફસફાઈના અભાવે અતિ દુર્ગંધ મારતા શૌચાલયોની અંદરની હાલત જોવા માટે પદાધિકારીઓને મજબૂર કર્યા હતા. શૌચાલયોની હાલત એવી છે કે તેમાં જઈ શકાય તેમ નથી. આ વિસ્તારમાં ચોમાસા પહેલાની પ્રિમોન્સુન કામગીરી પણ કરવામાં આવી ન હતી. જેને લઈ અનેક લોકોના ઘરોમાં વરસાદી સાથે ગટરના ગંદાપાણી ભરાયા હતા તે બાબતે પણ ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

સ્થાનિક રહીશો અને ખાસ કરીને રણચંડી બનેલી મહિલાઓના આક્રોશ પારખી ગયેલા પદાધિકારીઓએ પ્રશ્નો હલ કરવાની બાંહેધરી આપી હતી. જોકે, સ્થાનિક રહીશોએ પાલિકા માજી પ્રમુખ રાજુ મરચાંની આગેવાનીમાં જો સોમવારથી પ્રશ્નો હલ નહીં થાય તો પાલિકા પરિસરમાં બેસી જઈ હલ્લાબોલ કરવાની ચીમકી આપી હતી.

અઢી વર્ષથી પાણીની ટાંકી બની છે પણ સ્થાનિકોને જોડાણ આપ્યા નથી

વલસાડ પારડીના વિસ્તારમાં પીવાના પાણી માટે છેલ્લા અઢી વર્ષથી પાણીની મોટી ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ પાણીની ટાંકીની બાજુમાં રહેતા ઘરોમાં પણ જોડાણ આપ્યુ નથી. આ પાણીની ટાંકી સાથે બરૃડીયાવાડ, કાશ્મીરાનગર, ખોડીયાર માતા મંદિર પાસે સહિતના આશરે ૪૦૦થી વધુ ઘરોમાં પાણીનુંજોડાણ આપવામાં નહીં આવતાં આ બાબતે પણ મહિલાઓએ ભારે રોષપૂવર્ક રજૂઆતો કરી હતી. આ વિસ્તારોમાં ધારાસભ્ય ભરત પટેલે છેલ્લા અઢી વર્ષમાં જેટલા પણ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમાંથી એકપણ કામ થયું ન હોવાનું માજી પાલિકા પ્રમુખ રાજુ મરચાએ જણાવ્યું હતું. જાણવા મળ્યા મુજબ શુક્રવારના ભારે આક્રોશ બાદ શનિવારે પાણીનું જોડાણ આપવા માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

Read Also

Related posts

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ જાહેર, કંપનીનો નફો 38 ટકા વધી વિક્રમી રૂ 17703 કરોડ

Damini Patel

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ બોપલ-વેજલપુર સહિત આ વિસ્તારોમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, એક સાથે આ 18 સ્થળોને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

Bansari

અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ચાર ભારતીયોનાં મોત, ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!