GSTV
Home » News » તંત્રની બેદરકારીના કરણે સરકારી સહાયની સાયકલો વિદ્યાર્થીઓને આપવાની જગ્યાએ બની ભંગાર

તંત્રની બેદરકારીના કરણે સરકારી સહાયની સાયકલો વિદ્યાર્થીઓને આપવાની જગ્યાએ બની ભંગાર

વલસાડના છાત્રાલયમાં સરકારી સહાયની સાયકલના સ્પેરપાર્ટસ મૂકાયા હતા. જો કે એક જ વરસાદમાં આ સાયકલોની હાલત એવી થઇ ગઇ કે આ દ્રશ્ય જોઇને કોઇનો પણ જીવ બળી જાય.

સાયકલનો કેસરી રંગ જોઇને કોઇપણ સમજી જાય કે આ સાયકલો વિદ્યાર્થીઓને અપાતી સહાયની સાયકલો છે. પરંતુ વિચાર આવે કે આ સાયકલોને ટેમ્પોમાં શું કામ ચઢાવવામાં આવે છે. શું ટેમ્પોમાં સાયકલ ચઢાવી રહેલા આ યુવકો મજૂર છે. તો અમે આપને જણાવી દઇએ કે ટેમ્પોમાં સાયકલ ચઢાવતા આ યુવકો મજુરો નથી પરંતુ વિદ્યાર્થીઓ છે. જેઓને કામે લગાવાયા છે સાયકલ અન્યત્ર ખસેડવા માટે ત્યારે સવાલ થાય કે આખરે કેમ સાયકલને બીજે ખસેડાઇ.

વલસાડ છાત્રાલયના આ દ્રશ્યોમાં છાત્રાલયના મેદાનમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે અને આ પાણીમાં ગુજરાત સરકારની વિવિધ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતી સાયકલના સ્પેરપાર્ટસ ડૂબેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.

એક જ વરસાદમાં આ સ્થિતી સર્જાઇ ત્યારે સવાલ થાય કે શું વિદ્યાર્થીઓને આપવામા આવતી આ સાયકલને આવી રીતે ભંગારની જેમ જ કાટ ખાવા માટે રાખી મૂકવામા આવશે. ત્યારે આ પરિસ્થિતી જોઇને વલસાડના ઇન્ચાર્જ મદદનીશ કમિશનર ઘટના સ્થળે આવ્યા હતા અને તાત્કાલીક આ સાયકલને ખસેડવાનો આદેશ કર્યો હતો.

જો કે આ અંગે જ્યારે મીડિયાકર્મીઓને ખબર પડી ત્યારે વિદ્યાર્થીઓને કામે લગાડીને સાયકલ ખસેડવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ સાયકલો ખસેડી શકાય ન હતી અને આવી રીતે અસંખ્ય સાયકલ અહીં વરસાદી પાણીમાં કાટ ખાતી જોવા મળી હતી

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!