GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વલસાડમાં 12 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્તા ઠેર ઠેર પાણી ભરાયા

રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાનાં વાપી તાલુકામાં 357 મિ.મી. એટલે કે 14 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 23 જિલ્લાઓના 121 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

વલસાડના ઉમરગામમાં છેલ્લા 12 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. બપોરે 12 વાગ્યાથી વરસાદનું જોર વધતા મોડી સાંજ સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. મહારાષ્ટ્રના ઉપરવાસના વરસાદી પાણી વારોલી નદીમા આવતા વારોલી પુલ પર નીચે ધસમસતો પાણીનો પ્રવાહ ભય જનક બન્યો છે. સંજાણ નજીકના મીઠાવેરા ટિમ્ભિ માછી વાડ અને ઊધવા માર્ગ પર પાણી ભરાયેલુ છે. વલસાડમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1 જુલાઇ 2019ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 11 મિ.મી. અને મહેસાણા તાલુકામાં 42 મિ.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 38 મિ.મી. અને માલપુરમાં ૩ મિ.મી. વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો.

READ ALSO

Related posts

ભારે ઉકળાટ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી, ગીરના ગામોમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

Nilesh Jethva

રાજ્યમાં CORONA બન્યો બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં 872 પોઝીટીવ દર્દીઓ સાથે 10 લોકોનાં મોત

Mansi Patel

કોરોનાની મહામારીમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ડોક્ટરોએ વિશ્વની સૌથી મોટી અને જટિલ સર્જરી કરી બાળકની જિંદગી બચાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!