GSTV
Home » News » વલસાડ-દમણમાં ધોધમાર વરસાદ : સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં વરસાદી ઝાપટાં

વલસાડ-દમણમાં ધોધમાર વરસાદ : સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં વરસાદી ઝાપટાં

દક્ષિણ ગુજરાતમાં ફરીવાર મેઘ સવારી શરૂ થઈ છે ત્યારે વાપીમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે  શહેરના ઇમરાન નગર, કબ્રસ્તાન રોડ, ગીતા નગર, ચણોદ, ભડકમોરા અને ચલા સહીતના વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતાં.

સવારથી શરૂ થયેલો વરસાદ બપોર સુધી વરસ્યો હતો. વરસાદના કારણે વાહનચાલકો અને પગપાળા જતા મુસાફરો પ્રભાવિત થયા હતાં. વાપીમાં મેઇન બજારમાં આવેલા રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઇ જતા વાહનચાલકો અટવાયા હતા. સવારના ૬થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ધરમપુર કપરાડાને બાદ કરતા અન્ય તાલુકાઓમાં અને સંઘ પ્રદેશ દમણ,  સેલવાસમાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામા સૌથી મોટા ડેમ તરીકે જાણીતા મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે.

વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો નવા પાકની વાવણીના કામમાં જોતરાયા છે. તેમજ થોડા દિવસમાં ખેતરો લીલાછમ થશે.

પોરબંદરમાં મેઘરાજાનું આગમન

પોરબંદર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. જિલ્લામાં સિઝનનો પહેલા વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી પડ્યો હતો. ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

જામનગરમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા

જામનગરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. શહેરમાં વરસાદના આગમનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

બગસરામાં ધીમીધારે વરસાદ

અમરેલી જિલ્લાના બગસરામાં મેઘરાજાનું આગમન થયું. બગસરામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાની બીજીવાર સવારી શરૂ થઈ છે. ત્યારે બગસરા પંથકની આજુબાજુમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદી માહોલ છે અને આજે પણ ફરી મેઘરાજા મનમુકીને વરસવાના શરૂ થયા. સમગ્ર દ્વારકા પંથકમાં ધીમી ધારે વરાસદ વરસી રહ્યો છે. જ્યારે ખંભાળિયામાં વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. ભાણવડ પંથકમાં મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી શહેરના માર્ગો પાણી પાણી થયા.

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!