GSTV
Trending Valsad ગુજરાત

પ્રેમીએ પ્રેમિકાને ઘરે બોલાવી ભાભી અને માતા સાથે મળી એસિડ ફેંક્યુ

વલસાડના ચણવઇના એક્તા ફળીયા ખાતે પ્રેમ પ્રકરણમાં 22 વર્ષીય યુવતી પર એસિડ ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમિકાને ઘરે બોલાવીને પ્રેમી તેની ભાભી અને માતાએ આ કૃત્ય કર્યુ હતું. જે અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે 2 મહિલા આરોપીની અટકાયત કરી છે. બે અઢી વર્ષ પહેલા નાની ચણવઇના એકતા ફળિયામાં રહેતા અજમલ અન્સારી સાથે યુવતીની ઓળખાણ થઇ હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ એપ્રિલ-2017થી તેમની વચ્ચે બ્રેકઅપ થતાં યુવતીએ પ્રેમી અજમલને મળવાનું બંધ કર્યુ હતું. જેનો રોષ રાખીને અજમલે યુવતીને ફોસલાવીને ઘરે લઇ ગયો હતો. જ્યાં યુવતીને માર મારીને યુવકની માતા અને ભાભીએ એસિડ છાંટ્યુ હતું.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV