GSTV
Home » News » Valentines Week 2019: ગર્લફ્રેન્ડને ડેટ પર લઇ જવી છે? આ રીતે ઓછા ખર્ચે દિવસને બનાવો યાદગાર

Valentines Week 2019: ગર્લફ્રેન્ડને ડેટ પર લઇ જવી છે? આ રીતે ઓછા ખર્ચે દિવસને બનાવો યાદગાર

વેલેન્ટાઇન વીક શરૂ થઇ ગયો છે અને પોતાના પ્રિયપાત્રને ખુશ કરવા માટે યુવકો કોઈ ખામી છોડતા નથી. પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે સામાન્ય રીતે કપલ્સ ડેટ પ્લાન કરતા હોય છે પરંતુ ક્યારેય ડેટ પ્લાન કરવા માટે તેમની પાસે બજેટ ઘટી પડે છે.

જો તમે નોર્મલ ડેટ પર જાઓ તો પણ સારો એવો ખર્ચ થઈ જાય છે. આ ખર્ચની સમસ્યાને દૂર કરવા માટે આજે તમને સરળ ટીપ્સ આપવામાં આવશે. આ ટીપ્સ ફોલો કરી તમે પાર્ટનર સાથે ઓછા ખર્ચમાં રોમાંટિક ડેટને માણી શકશો.

લોન્ગ ડ્રાઈવ પ્લાન કરો

જો તમે ઓછા ખર્ચમાં પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માંગતા હોય તો લોન્ગ ડ્રાઈવ બેસ્ટ ઓપશન છે. આ રીતે તમે પાર્ટનર સાથે વધારે સમય પણ પસાર કરી શકશો. લોન્ગ ડ્રાઈવ કરી તમે નવી નવી જગ્યાઓએ ફરી પણ શકશો અને પાર્ટનરના મનપસંદ ગીત પ્લે કરી તેને ખુશ પણ કરી શકશો.

લંચ માટે ઘરે બોલાવો

પાર્ટનરને ઘરે બોલાવી લંચ કરાવવાથી પણ તમે વધારે ખર્ચથી બચી જશો. શક્ય હોય તો તમારા પાર્ટનરની પસંદની વાનગી જાતે બનાવીને તેને ખવડાવો. આમ કરવાથી તમારા સંબંધ પણ મજબૂત થશે. ઘરે તમે કેન્ડલ લાઈટ ડીનર પણ અરેન્જ કરી શકો છો.

રોમેન્ટિક જગ્યાએ સમય પસાર કરો

જરૂરી નથી કે મોંઘી રેસ્ટોરન્ટમાં જ સારો સમય પસાર કરી શકાય. ડેટ તમે એવી જગ્યાએ પણ પ્લાન કરી શકો છો જે નેચરલ હોય. બોટિંગ, સ્કેટિંગ, ફિશિંગ જેવી પ્રવૃતિ કરી અને તમે વધારાના ખર્ચને ટાળી અને સારો સમય પસાર કરી શકો છો.

Read Also

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi