GSTV

ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં વેલેન્ટાઈન ડેની કરાઈ અનોખી રીતે ઉજવણી

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈની ડેની લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે કાર્યરત આદર્શ પ્રાથમિક શાળા ખાતે વેલેન્ટાઈની ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આજના દિવસે માતા પિતાની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશમાં લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ સૌથી વધુ કેન્દ્રિત થતા હોય છે આજે મોટાભાગના તહેવારો ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિને લગતા ઉજવાય છે.

તહેવારોમાં ભારતના લોકો મોટા મોટા ખર્ચાઓ પણ કરતા હોય છે. આજે સમગ્ર વિશ્વમાં લોકો ધામધૂમ પૂર્વક વેલેન્ટાઈની ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે ડીસા ખાતે દર વર્ષે ભારતીય સંસ્કૃતિને લગતા કાર્યક્રમો ઉજવતી આદર્શ પ્રાથમિક શાળા ખાતે આજે વેલેન્ટાઈની ડેની અનોખી ઉજવણીકરી ફરી લોકો ભારતીય સંસ્કૃતિ તરફ વળે અને માતા-પિતાનું પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજે યોજાયેલ માતૃ-પિતૃ વંદન કાર્યક્રમમાં 62 જેટલા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને ફૂલનો હાર પહેરાવી, આરતી કરી મોં મીઠું કરાવી પૂજા કરી હતી. આજના આ સમયમાં ખાસ લોકો પોતાના માતા પિતા એટલે કે જે જનેતાએ દીકરાને જન્મ આપ્યો છે તે દીકરો મોટો થઈ અને માતા પિતાને વૃદ્ધાઆશ્રમમાં મોકલે છે. ત્યારે અભ્યાસની સાથો સાથ નાનપણ થી જ નાના બાળકોને સારા સંસ્કાર મળે તે માટે આજના દિવસે માતૃ-પિતૃ પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો, વાલીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!