GSTV
Home » News » Valentine’s DAY: કોઈને એરપોર્ટ તો કોઈને ફેસબુક પર મળ્યો પ્રેમ, જાણો ક્રિકેટર્સની લવ સ્ટોરી

Valentine’s DAY: કોઈને એરપોર્ટ તો કોઈને ફેસબુક પર મળ્યો પ્રેમ, જાણો ક્રિકેટર્સની લવ સ્ટોરી

ક્રિકેટર્સનું જીવન પણ ગ્લેમરથી ભરેલું રહે છે. આવામાં તેમના જીવનમાં થવા વાળી દરેક વાત પર લોકોની નજર રહે છે. ફેન્સ જાણવા માંગે છે કે તે ક્યારે શું કરી રહ્યા છે. તમની લવ સ્ટોરી પર પણ વધુ ઈન્ટરેસ્ટ ધરાવે છે. કોઈ તેનો ઈઝહાર ખુલેઆમ કરે છે તો કોઈ પોતાની પર્સનલ લાઈફને મીડિયાની સામે નથી લાવતા. આજે અમે તમને ક્રિકેટર્સના જીવનની એવી લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ ખાસ છે.

એડના શૂટમાં મળ્યા હતા વિરાટ-અનુષ્કા

વિરુષ્કાના નામથી પ્રચલિત આ પાવર કપલ વર્ષ 2013માં પહેલી વખત મળ્યું હતું. એક શેમ્પુના શૂટ વખતે બન્નેની મુલાકાત થઈ. બન્નેમાં મિત્રતા થઈ અને ત્યારબાદ ધીરે-ધીરે મીડિયામાં આ વિશે ખબર આવવા લાગી. વર્ષ 2015માં બન્નેના અલગ આવવાની ખબર પણ આવી પરંતુ આમ ન હતું. વર્ષ 2017માં બન્નેએ ઈટલીમાં લગ્ન કરી લીધા.

પડોસનને લઈને ઘરેથી ભાગી ગયા હતા ગાંગુલી

સૌરવ ગાંગુલી પોતાની બાળપણની મિત્ર ડોનાની સાથે ઘર છોડીને ભાગી ગયા હતા અને ત્યાર બાદ તેની સાથે લગ્ન કરી લીધા. સૌરવ અને ડોના એક બીજાના પડોસી હતા અને એક બીજાને પોતાનું દિલ દઈ બેઠા હતા. પરંતુ સૌરવ જાણતા હતા કે ડોના સાથે લગ્ન કરવાની મંજૂરી પરિવાર વાળા નહીં આપે માટે ડોનાને લઈને સૌરવે ભાગી જવાનો રસ્તો અપનાવ્યો.  

કામમાં મળી ગયો રોહિતને પ્રેમ

રોહિતે વર્ષ 2015માં આ દિવસે ઋતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ છ વર્ષ એક બીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. રિતિકા સ્પોર્ટ્સ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં મેનેજર રહી ચુકી છે ત્યારથી જ બન્ને સારા મિત્ર હતા. જાણકારી અનુસાર રોહિતે રિતિકાને અનોખા અંદાજમાં એ જ સ્ટેડિયમમાં પ્રપોઝ કર્યું જ્યાં તેણે બેટ પકડતા શિખ્યું હતું.  

સચિનને એરપોર્ટ પર મળ્યો પ્રેમ

બન્નેની પહેલી મુલાકાત લગ્નના લગભગ 5 વર્ષ પહેલા થઈ હતી. 1990માં મુંબઈ એરપોર્ટ પર જ્યારે સચિન ઈંગ્લેન્ડ પ્રવાસ કરીને સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તે અંજલીને મળ્યા હતા. જ્યારે પહેલી વખત અંજલિએ સચિનને અરપોર્ટ પર જોયો ત્યારે તે અંજલિને ખૂબ ક્યુટ લાગ્યા. જ્યાર બાદ ઓટોગ્રાફ માટે અંજલી સચિનની પાછળ પણ દોડી. પાંચ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ બન્નેએ વર્ષ 1995માં લગ્ન કર્યા.

ફેસબુક પર ધવનને થયો પ્રેમ

શિખર ધવને આયશાને પહેલા વખત ફેસબુક પર જોઈ હતી. હરભજનની પ્રોફાઈલમાં આયશાને જોઈને ધવન તેની માટે પાગલ થઈ ગયા હતા. જોતાની સાથે જ તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી. પરંતુ તેમને ન હતું લાગતું કે ઓસ્ટ્રેલિયન બોક્સર આયશા તેમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે. પરંતુ રિક્વેસ્ટ મોકલતા જ આયશાએ એક્સેપ્ટ કરી લીધી. પછી બન્નેની વાતો ફેસબુક પર ધીરે ધીરે આગળ વધી અને વાત દોસ્તી સુધી પહોંચી ગઈ. બન્ને દરેક વાત એક બીજા સાથે શેર કરતા હતા. બન્નેએ વર્ષ 2012માં લગ્ન કરી લીધી.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!