પાકિસ્તાનની રાજધાનીમાં એક મેડિકલ કોલેજે પોતાના સ્ટુડેંટ્સને વેલેન્ટાઈન્સ ડે માટે ગાઇડલાઇન આપી છે. જે મુજબ, છોકરીઓએ હિજાબ પહેરવા માટે અને છોકરાઓએ છોકરીઓથી બે મીટરની દુરી બનાવી રાખવી પડશે અને નમાઝ વાળી સફેદ ટોપી પહેરવા માટે કહેવામાં આવ્યું છે.
વેલેન્ટાઈન્સ ડે નહિ ઉજવે સ્ટુડેંટ્સ
એક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કોલેજે શનિવારે સ્ટુડન્ટ્સને વેલેન્ટાઈન્સ ડેના કાર્યક્રમો અને એની સાથે જોડાયેલી એવી ગતિવિધિઓ, જે યુવાઓને ખોટા રસ્તા પર લઇ જાય છે એમાં સામેલ થવાથી ઇન્કાર કર્યો છે.

મેડિકલ કોલેજનું ‘તાલિબાન ફરમાન’
ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજના માર્ગદર્શિકા મુજબ, તમામ વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીના ડ્રેસ કોડ, માથું, ગરદન અને છાતી અનુસાર હિજાબથી સારી રીતે ઢંકાયેલું હોવું જોઈએ. આ સિવાય તમામ વિદ્યાર્થીઓએ નમાઝ વાળી સફેદ ટોપી પહેરવાની રહેશે.
વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવશે

એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે કૉલેજ સ્ટાફના સભ્યો કૉલેજ કેમ્પસમાં પેટ્રોલિંગ કરશે. માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજની સ્થાપના વર્ષ 1996માં થઈ હતી. આ મેડિકલ કોલેજ રિફા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે.
Read Also
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે