GSTV

આ Valentine’s Day પર તમે સિંગલ નહીં રહો, આ 5 Apps તમને શોધી આપશે Love Partner

Last Updated on February 5, 2021 by Pravin Makwana

ફેબ્રુઆરી મહીનો એટલે Valentine’s Day ની સિઝન. આ રવિવારથી જ પ્રેમ કરનારા પ્રેમી પંખીડાઓનો પ્રેમનું એક અઠવાડિયું શરૂ રહેશે. પરંતુ જો તમે સિંગલ છો અથવા તો તમે જો તમારા લવ પાર્ટનરની શોધખોળમાં છો તો હજી કંઇ મોડું નથી થયું. આજે અમે તમને 5 એવી ડેટિંગ એપ્સ (Dating Apps) જણાવીશું કે જે તમને લવ પાર્ટનર શોધવામાં સૌથી વધારે મદદરૂપ થઇ શકે છે. તો ફટાફટ જલ્દીથી જોઇ લો આ યાદી અને શરૂ કરી દો Valentine’s Day ની તૈયારી અને લવ પાર્ટનર શોધવાની તૈયારી.

પાર્ટનરને શોધવા માટેની એપ OK Cupid સાથે 1 કરોડ જોડાયેલા

ભારતમાં OK Cupid એપ એ સૌથી વધારે પોપ્યુલર છે. ગુગલ પ્લે સ્ટોરમાં પણ તેનું રેંકિંગ ખૂબ સારું છે. તમે તમારા પાર્ટનરને શોધવા માટે તેનો ઉપયોગ પણ કરી શકો છો. પાર્ટનર શોધવા માટે તમે Happn ને પણ ટ્રાઇ કરી શકો છો. આ એપથી લગભગ 1 કરોડ લોકો જોડાયેલા છે. આ એપની સૌથી સારી બાબત એ છે કે, તમે તમારી પસંદગીની હૉબી અથવા તો પસંદગીના વિચારો ધરાવનાર પાર્ટનરને અહીં શોધી શકો છો.

સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવ્યા બાદ Bumble હવે ભારતમાં પણ આવી ગઇ છે. આ એપ યુવાધન વચ્ચે સૌથી વધારે પસંદ કરવામાં આવી રહી છે. આમ તો ભારતમાં આનું રેટિંગ 3થી પણ ઓછું છે પરંતુ આ એપની ખાસિયત એ છે કે, તમે તમારી આસપાસના જ યુઝર્સ તમને મળી જશે કે જે તમારી જેવા જ પાર્ટનર શોધી રહ્યાં હોય. આ ઉપરાંત Match એપ પણ તમને પાર્ટનર શોધવામાં મદદ કરશે.

Dating App Tinder ભારતમાં છે નંબર વન

ડેટિંગ એપ (Dating App) ની વાત થાય અને જો Tinder ની વાત ના કરવામાં આવે તો કેમ ચાલે. છેલ્લાં કેટલાંય વર્ષોમાં ભારતમાં Tinder રેંકિંગ ડેટિંગ એપ્સમાં નંબર વન રહે છે. તેના પેઇડ વર્ઝનમાં તમને અનેક શાનદાર વિકલ્પો મળે છે કે જે ફ્રી એપમાં નથી.

READ ALSO :

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!