GSTV
Home » News » Valentines Day 2020: સંબંધોને પ્રેમસભર અને અતૂટ રાખે છે આ નિયમો, દરેક કપલે કરવા જોઇએ ફૉલો

Valentines Day 2020: સંબંધોને પ્રેમસભર અને અતૂટ રાખે છે આ નિયમો, દરેક કપલે કરવા જોઇએ ફૉલો

દરેકની જોડી તો પહેલાથી જ બનેલી હોય છે. બસ તેમનું મળવાનું બાકી હોય છે. યોગ્ય સમય આવે ત્યારે બે વ્યક્તિ એકબીજાને મળી જાય છે અને જન્મોજન્મનો સંબંધ શરૂ થાય છે. આ વાત આપણે સૌ સાંભળતા આવ્યા છીએ. જો કે એકવાર સંબંધ બન્યા બાદ બે વ્યક્તિઓની જવાબદારી હોય છે કે તે આ સંબંધને પ્રેમથી ભરપુર અને અતુટ રાખે. સંબંધને મજબૂત કરવા માટે દરેક કપલએ આ 6 નિયમોનું પાલન કરવું જરૂરી છે. 

1. એકબીજાને ખરાબ કહેવા નહીં

ગુસ્સો દરેક વ્યક્તિને આવે જ છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે ગુસ્સામાં તમે તમારા પાર્ટનરને મનમાં આવે તેમ અપશબ્દો કહી દો. નિષ્ણાંતોનું કહેવું છે કે ગુસ્સામાં વ્યક્તિએ કરેલો વ્યવહાર અને બોલેલા શબ્દો સામેની વ્યક્તિને વધારે આહત કરે છે. આવી સ્થિતિમાં સંબંધમાં કડવાશ આવી જાય છે. 

2. મતભેદોનો અંત લાવો

સંબંધો માટે સૌથી વધારે ઘાતક હોય છે અહંકાર. સંબંધમાં સમસ્યા આવે તો તેનું સમાધાન લાવવા સાથે મળી વાત કરો. મનમાં અહંકાર રાખવાથી સમસ્યા વધારે જટિલ થશે. જો ઈગો રાખશો તો તાણનું સ્તર વધતું જશે. 

3. ભૂતકાળને વર્તમાનમાં ન લાવો

દરેક વ્યક્તિનો ભૂતકાળ કડવો જ હોય છે. ભૂતકાળને વારંવાર વર્તમાનમાં લાવશો તો સંબંધોમાં ખટાસ આવી જશે. જ્યારે પણ ઝઘડો થાય ત્યારે વ્યક્તિના ભૂતકાળને વાગોળવો યોગ્ય નથી. આમ કરવાથી સમસ્યા વધશે. 

4. ફોનને રાખો દૂર

કપલ્સની આદત હોય છે કે એકબીજા સાથે સમય પસાર કરતી વખતે પણ તેઓ ફોન સાથે રાખે છે. પરંતુ જ્યારે પાર્ટનર સાથે હોય ત્યારે પોતાના ફોનને દૂર રાખવો જોઈએ. જ્યારે પણ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં હોય ત્યારે ઈંટરનેટ અને ફોનને સ્ટોપ કરી દો.

5. ફરિયાદો ન કરો

પાર્ટનર વખાણ નથી કરતાં, ફરવા નથી લઈ જતા વગેરે જેવી ફરિયાદો કરવી જોઈએ નહીં. ફરિયાદો કરવા કરતાં એ વાત સમજવી જોઈએ કે પાર્ટનરની સ્થિતિ શું છે. જો સમયનો અભાવ કે અન્ય સમસ્યા હોય તો પાર્ટનરની ફરિયાદને દૂર કરવાનો પ્રયાસ કરો. 

6. વાતચીત બંધ કરવી નહીં

કહેવાય છે કે ન બોલવામાં નવ ગુણ પરંતુ દરેક સ્થિતિમાં બોલવાનું બંધ કરવું યોગ્ય નથી. કપલ્સ વચ્ચેનું મૌન ગંભીર સમસ્યા સર્જી શકે છે. ઘણા લોકો ઝઘડા પછી દિવસો સુધી એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા હોય છે. આમ કરવાથી બંનેના મનનું ભારણ વધી જાય છે. તેથી ઝઘડો થાય તો પણ એકબીજા સાથે વાત કરી મન હળવું કરી લેવું.

Read Also

Related posts

દિલ્હીમાં CAAના વિરોધમાં હિંસા, અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 5ના મોત

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસ અંગે મુકેશ અંબાણીએ સત્યા નડેલા સાથે કરી આ વાત

Bansari

કોરોનાનો કોહરામ : સામ્યવાદી દેશનાં દાયકામાં પ્રથમ વખત સંસદનું સત્ર થયું સ્થગિત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!