GSTV

Valentines Day 2019: રાશિ અનુસાર જાણો પ્રેમીનું દિલ જીતવા શું કરશો…

આજે કામદેવ અને રતિને દિવસ છે. લગ્નવાંછુ યુવક-યુવતીઓ આજે પોતાના પ્રિયપાત્રનો પ્રેમ સંપાદન કરવા માટે પ્રયત્નશીલ રહેશે. આમ પણ, આ વસંતઋતુ છે. વસંતઋતુમાં શુક્ર દેવનું પ્રભુત્વ હોય છે. પ્રકૃતિ પણ આપના પ્રયત્નોને સાથ આપશે એક પ્રકારે આપના પ્રયત્નોમાં આજે કુદરતની મરજી છે એમ પણ કહી શકાય.


આજે વેલેન્ટાઈન ડે છે. સૌ પોતપોતાના પ્રિયપાત્રને રીઝવવા માટે જાતજાતના પ્રયત્નો કરશે… પણ આજે તમને રાશિ અનુસાર ઉપાય જણાવી રહ્યો છું જેથી તમે તમારા પ્રિયપાત્રના દિલમાં સ્થાન મેળવી શકશો.


• જો આપનું પ્રિય પાત્ર મેષ રાશિ (અ,લ,ઈ)નું હોય તો શું કરશો ?
પ્રેમીને સફેદ રંગના પુષ્પો આપવા, ગુસ્સે ન થવું, સફેદ અને પીળા અને રંગ કલરના કોંબીનેશનવાળા વસ્ત્રોની ફેટ આપવી. આજે તમે કેડબરી આપવાનું ભૂલતા નહીં.
• જો આપનું પ્રિય પાત્ર વૃષભ રાશિ (બ,વ,ઉ)નું હોય તો શું કરશો ?
પ્રેમીને સફેદ રંગના લીલા કલરની જ્વેલરી ભેટ આપવી. નવી બ્લ્યુ કલરના ડ્રેસની ભેટ આપવાથી તે ખુશ થશે. આજે ફિલ્મ બતાવવાથી પ્રિયતમ વધારે આનંદમાં રહેશે.
• જો આપનું પ્રિય પાત્ર મિથુન રાશિ (ક, છ, ઘ)નું હોય તો શું કરશો ?
આજે કોફી વીથ આઈસ્ક્રીમની પાર્ટી આપવી. વળી, જૂની કલાત્મક જગ્યાએ લઈ જવથી તે વિશષ આનંદમાં રહેશે. આજે મ્યુઝીયમની મુલાકાતે જવાથી તે વિશેષ રાજી થશે.
• જો આપનું પ્રિય પાત્ર કર્ક રાશિ (ડ, હ)નું હોય તો શું કરશો ?
ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ ભેટ આપવથી તે રાજી થશે. તીખુ અને ચટપટુ સ્પાઈસી ફૂડની પાર્ટી આપવાથી તે રાજી થશે. જો તમે મોડા પડશો તો તે ગુસ્સે થઈ જશે. આજે થોડો આવેશ અને ઉશ્કેરાટ તે કરી શકે છે પણ તમે શાંતિ રાખજો.
• જો આપનું પ્રિય પાત્ર સિંહ રાશિ (મ, ટ)નું હોય તો શું કરશો ?
શિસ્તબદ્ધ વર્તન કરજો. રાજનીતિની વાતો કરવી તેને વધારે ગમશે. કોઈ આયુર્વેદિક સ્વાસ્થ્ય વર્ધક ભેટ પવાથી તે રાજી થશે. તમે મળો ત્યારે તેના પિતાના વખાણ કરજો. સફેદ કલરની કોઈપણ ભેટ તેને આનંદ કરાવશે.
• જો આપનું પ્રિય પાત્ર કન્યા રાશિ (પ,ઠ,ણ)નું હોય તો શું કરશો ?
તેને વધુને વધુ સાંભળજો. જો તમે એના માટે કોઈ કવિતા લખીને લઈ જશો તો તે ખુશ ખુશ થઈ જશે. સારા પુસ્તકની ભેટ આપજો. ઈન્શ્યોરન્સની પોલીસી ભેટ આપશો તો વધુ રાજી થશે.
• જો આપનું પ્રિય પાત્ર તુલા રાશિ (ર, ત)નું હોય તો શું કરશો ?
તેના મિત્રો સાથે બગાડશો નહીં. તેને મોલમાં શોપીંગ કરવા માટે લઈ જશો વધારે ખુશ થશે. મોલમાંથી તેને સારા શૂઝ કે સેન્ડલ ભેટ આપશો તો તમારા ઉપર ઓળઘોળ થઈ જશે.
• જો આપનું પ્રિય પાત્ર વૃશ્ચિક રાશિ (ન, ય)નું હોય તો શું કરશો ?
કોઈપણ સંવેદનશીલ મુદ્દા ઉપર વાતચીત ટાળજો. તેની સમક્ષ જો તમે પોઝીટીવ ચિત્ર રજૂ કરશો તો તેને ગમશે. ભવિષ્યના ઉત્તમ પ્લાન તેની સમક્ષ રજૂ કરજો. તેને આઈસ્ક્રીમ ખવડાવશો તો તે રાજી થશે.
• જો આપનું પ્રિય પાત્ર ધન રાશિ (ભ, ધ, ફ, ઢ)નું હોય તો શું કરશો ?
રોડ સાઈડ પ્રખ્યાત ભાજીપાવ, વડાપાવ, દાબેલી વગેરેનો નાસ્તો કરાવશો તો તેને મજા પડી જશે. આજે પેસ્ટ્રી અને કેક ખાવાના મૂડમાં હશે માટે આ તક ચૂકતા નહીં.
• જો આપનું પ્રિય પાત્ર મકર રાશિ (ખ, જ)નું હોય તો શું કરશો ?
તમારી સાથે જો એ ટૂ-વ્હીલર ઉપર બેઠી હોય તો તમે વાહન બહુ તેજ ન ચલાવતા. એક વાત ખાસ ધ્યાન રાખજો, વાહન આજે ચકચકાટ સાફ કરીને જજો તો તેને વધુ આનંદ આવશે. રંગબેરંગી ચોકલેટનું ગીફ્ટપેક આપવાથી તે રાજી થશે.
• જો આપનું પ્રિય પાત્ર કુંભ રાશિ (ગ, સ, ષ, શ)નું હોય તો શું કરશો ?
આજે સરપ્રાઈઝ ગીફ્ટ આપજો. કોઈ પ્રખ્યાત મંદિરમાં તેને દર્શન કરાવવા લઈ જજો. ત્યારબાદ લોંગડ્રાઈવ ઉપર ફરવા જજો તેને વિશેષ આનંદ આવશે. ફ્રુટડીશની પાર્ટી આપવાથી તેને વિશેષ આનંદ આવશે.
• જો આપનું પ્રિય પાત્ર મીન રાશિ (દ, ચ, ઝ, થ)નું હોય તો શું કરશો ?
આજે જુદી જુદી ત્રણ જગ્યાએ તેને ફરવા લઈ જજો. એકની એક વાત કરશો તો તે કંટાળી જશે. આજે ડેરી પ્રોડક્ટસ તેને વધારે આનંદ આપશે. શાયરી તેમજ કવિતા તેને વિશેષ આનંદ કરાવશે.

  • અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 706 999 8609

Read Also

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!