GSTV
Life Relationship Trending

Valentines Day : રિલેશનશીપ શરૂ કરતાં પહેલાં આ 5 પ્રશ્નોના જવાબ મેળવવાનું ના ભૂલતાં

કોઈ વ્યક્તિને મળ્યા પછી તેની સાથે વાતો કરવી ગમવા લાગે, તેની સાથે સમય પસાર કરવો ગમે, તેની સાથે હસવું બોલવું ગમે તે શક્ય છે. પરંતુ આ બધું જ તેની સાથે રિલેશનશિપ શરૂ કર્યા પછી પણ જળવાઈ રહે તે જરૂરી નથી.

કોઈ સાથે રિલેશનશિપની શરૂઆત કરવા માટે તાલમેલ જરૂરી છે અને સૌથી વધારે જરૂર હોય છે કે તમે મનથી કમિટમેન્ટ માટે તૈયાર છો કે નહીં. કેટલાક લોકો સંબંધોની શરૂઆત કરતા પહેલા આ બાબતે વિચારતા નથી. જો તમે પણ કોઈ સંબંધની શરૂઆત કરવા માંગતા હોય તો સૌથી પહેલા આ 5 બાબતે વિચાર કરી લેવો અને પછી મન જે જવાબ આપે તે મુજબ આગળ વધવું.

એકલતા દૂર કરવા માટે સંબંધ

ઘણીવાર લોકો પોતાની એકલતા દૂર થાય તે માટે સંબંધ બનાવે છે. પરંતુ સાચી વાત એ છે કે એકલતા દૂર કરવા કોઈ સાથે વાતચીત કરવી જરૂરી છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તેની સાથેના સંબંધો પણ તમને એટલા જ ગમે. જો કોઈ તમને પસંદ હોય તો જ તેની સાથે સંબંધ બનાવો જીવનની એકલતા દૂર થાય તે કારણથી સંબંધ ન બનાવવા.

શું તમે તૈયાર છો ?

જીવનના અલગ અલગ તબક્કે અલગ અલગ પરિસ્થિતીનો સામનો કરવો પડે છે. જેમકે અભ્યાસનો સમય, નોકરીમાં સેટ થવાનો સમય વગેરે, આ સમય દરમિયાન શહેર બદલે છે. જીવનમાં સ્થાયી થતા સમય પણ લાગે છે. આ દરમિયાન તમે સંબંધો માટે તૈયાર છો કે નહીં તે વિચારી લેવું.

શું તમે તમારા એક્સ વિશે વિચારો છો ?

ક્યારેક પોતાના એક્સ વિશે વિચારવું સારું લાગે છે પરંતુ તમે અન્ય સાથે રિલેશનશીપમાં હોય તો પણ એક્સ વિશે વિચારતા રહો તે યોગ્ય નથી. આવી સ્થિતીમાં નવા સંબંધમાં તમે ઈમાનદાર નહીં રહી શકો. આવું કરવું તમારા વર્તમાન સાથે માટે પણ અનુચિત હશે.

નવા સંબંધની શરૂઆત શા માટે કરવી છે ?

તમે નવા સંબંધની શરૂઆત શા માટે કરવા માંગો છો તે પ્રશ્ન સૌથી વધારે મહત્વનો છે. માત્ર એકલતા દૂર કરવા, પ્રેશરમાં આવીને તો તમે સંબંધ શરૂ કરી નથી રહ્યાને, આવું કરવું તમારી ભુલ હશે. આવી સ્થિતીમાં તમે સંબંધો પ્રત્યેની જવાબદારી અને ગંભીરતા સમજી શકશો નહીં.

સંબંધોમાં સમ્માન છે કે નહીં ?

જો તમે તમારા સાથીનું અને તમારા સાથી તમારું સમ્માન ન શકતા હોય તો કોઈ રિલેશનશીપની શરૂઆત ન કરવી. જો કોઈ વ્યક્તિ ભાવનાત્મક, શારીરિક રીતે તમારી સાથે દુર્વ્યવહાર કરે તો તે સંબંધો પૂર્ણ કરી દેવા જરૂરી છે.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV