GSTV

Valentine’s dayની રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ

Last Updated on February 14, 2018 by

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે. પ્રેમના પર્વ એવા વેલેન્ટાઇન્સ ડેની રાજ્યભરમાં ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. નાના મોટા સૌ કોઇએ વિવિધ રીતે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરી હતી.

વડોદરા

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં વેલેન્ટાઈન ડે ની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. જ્યાં યુવાનોએ પોતાના પ્રેમીને ગિફ્ટસ આપી પ્રેમની અભિવ્યક્તિ કરી. ઘણા યુવાનોએ પોતાની પ્રિયતમાને અનોખી અદામાં પ્રપોઝ કર્યું.

સુરત

સુરતમાં કેટલીક કોલેજોમાં ડિસ્કોથેકની સાથે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સુરતના પીપલોદમાં આવેલી કોલેજમાં વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. સાથે ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોએ ડીજેના તાલે ઝૂમી ડિસ્કોથેકની મજા માણી હતી. સ્ટુડન્ટ્સે પોતાના મિત્ર સહિત પ્રિયતમાને ચોક્લેટ, ગ્રીટિંગ્સ કાર્ડ તેમજ અન્ય ગિફ્ટ  ભેટ આપી હતી.

અમરેલી

અમરેલીના બગસરામાં શાળાના વિદ્યાર્થીઓએ અનોખી રીતે વેલેન્ટાઈન ડે ઉજવ્યો. સરકારી શાળાના વિદ્યાર્થીઓએ  મા-બાપને ખુરશીમાં બેસાડી તેમની પૂજા કરી વેલેન્ટાઈન ડે મનાવ્યો હતો. અને આજીવન મા-બાપની પૂજા કરવાનો સંકલ્પ કર્યો હતો.

નર્મદા

નર્મદા જિલ્લાના રાજપીપળાની કોલેજમાં ગુરુ વંદના  સાથે વેલેન્ટાઈન ડે ઉજવાયો. આદિવાસી વિસ્તારમાં પહેલા ભણતરની સુવિધા નહોતી ત્યારે આ કોલેજ સ્થાપવામાં આવી હતી. એટલે ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી અને 50 જેટલી શાળા કોલેજો સ્થપાઈ.

આથી વિદ્યાર્થીઓએ ગુરૂ વંદના કરી ઉજવણી કરી. દરેક પ્રોફેસરને કપાળે તિલક કરી, ગુલાબનું ફૂલ આપી ગુરૂ વંદના દિવસ ઉજવાયો. સાથે જ વિદ્યાર્થીઓએ શહેરમાં આવેલા વિવિધ સ્ટેચ્યુને ફૂલહાર કર્યા હતા.

જૂનાગઢ

જૂનાગઢમાં આવેલી સરસ્વતી શાળામાં અનોખી રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓના માતાઓને બોલાવવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ પોતાના મમ્મીને ચાંદલો કરી, આરતી ઉતારી, ચરણ સ્પર્શ કર્યા હતા.આ પ્રસંગે માતાઓની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા.ત્યારે વાલીઓએ આ વિશેષ આયોજનની સરાહના કરી હતી.

 

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધી કુલ 26 ગુના નોંધાયા, 1800 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી

pratik shah

સરદાર બાગ ખાતે કોંગ્રેસનું અન્ન અધિકાર આંદોલન, ભાજપના રાજમાં કાળા બજારીયાઓને લીલા લહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!