GSTV

વેલેન્ટાઈન ગિફ્ટ: સોશિયલ મીડિયા પર અન્ય મહિલાઓનો ફોટો લાઈક કરવાનું બંધ કરી દેજો, આ મહિલાએ કર્યું તેવું તમારી ઘરવાળી પણ કરી શકે છે !

Last Updated on February 14, 2021 by Pravin Makwana

એક મહિલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેણે વેલેન્ટાઈન ડે પર પોતાના પતિને અજીબોગરીબ ગિફ્ટ આપી છે. હકીકતમાં જોઈએ તો, મહિલાએ પોતાના પતિને એ તમામ મહિલાઓના ફોટાઓની પ્રિન્ટ કઢાવીને ગિફ્ટ આપી છે, જેને તેના પતિએ સોશિયલ મીડિયા અને ઈંસ્ટાગ્રામ પર લાઈક કર્યા હતા. ત્યાર બાદ આ મહિલાએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

કહેવાય છે કે, ગ્લોરિયા નામની ટિકટોક યુઝર અમેરિકાની રહેનારી છે. તેને પતિને અજીબોગરીબ ગિફ્ટ આપી છે. તેને શેર કરેલા આ વીડિયોને એક જ દિવસમાં 38 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે.

ગ્લોરિયાએ સૌથી પહેલા આ તમામ મહિલાની તસ્વીરો ઈંસ્ટાગ્રામ પરથી ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કઢાવી. ત્યાર બાદ આ તમામ તસ્વીરોને એક સ્ટીક સાથે લગાવીને પતિને ભેટમાં આપી હતી.

ગ્લોરિયા લખે છે કે, દરેક લોકો પોતાના પાર્ટનરને ગિફ્ટ આપવાની વાત કરી રહ્યા છે, હું પણ ક્યૂટ લિટ્લ બોક્સ બતાવામાં માગુ છું. સોશિયલ મીડિયા પર લોકોને ગ્લોરિયાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો છે.

READ ALSO

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!